દારૂની પરમીટ આપવા મુદ્દે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગત
હાલમાં ગુજરાતમાં ૪ર,ર૯૧ લોકોને ૧૬ જેટલા વિવિધ મેડીકલ કારણોસર દારૂ પીવાની પરમીટ આપવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો ભાજપ સરકાર ગુજરાતમાં આરોગ્ય માટે દારૂ પીનારા લોકોની સંખ્યા ઘટાડીને ર૦ હજાર કરી દેવા માગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ગુજરાતની ભાજપ સરકારે આરોગ્યના મુદ્દે નવી દારૂની પરમીટ આપવાનું કે આવી પરમીટ રીન્યુ કરવાની મનાઇ ફરમાવી દીધો છે. જેને લીધે આરોગ્યના કારણોસર થોડો થોડો દારૂ પીનારા લોકોમાં ભારે કચવાટ પ્રસરી ગયો છે. એક અહેવાલ પ્રમાણે રૂપાણી સરકાર દારૂ માટેની પરમીટ હોલ્ડરોની સંખ્યા અડધી કરી નાખવા માગે છે.
રાજ્યમાં દારૂની પ૦ દુકાનો છે, જે ર૦૧૪માં માત્ર ર૬ હતી. પ્રવાસન, દારૂબંધી, ગૃહ સહિતના વિભાગો તરફથી રજૂઆતો આવતા વધુ ૧૯ દુકાનોને લાયસન્સ અપાશે. ચૂંટણીને લીધે તેનો નિર્ણય લેવાયો ન હતો. અચાનક નવી પરમીટ આપવા કે જૂની રીન્યુ નહીં કરવાના રૂપાણી સરકારના હુકમથી દારૂના પરમીટ હોલ્ડરો સ્તબ્ધ થઇ ગયા છે. ખાસ કરીને અનિયમિત ધબકારા, ભારે તનાવ અને અનિદ્રાના દર્દીઓમાં ભારે ચિંતા ફેલાયેલ છે.
હેલ્થ-દારૂ પરમીટની અનિયમિતતાની ઘણી ફરીયાદો સરકારને મળી છે. તેથી એક સાતિત્યવાળી પોલીસી અમલમાં મુકવાનું સરકારે નકકી કર્યુ છે. અમુક જિલ્લામાં નામમાત્રથી થોડી પરમીટો અપાયેલ છે, તો અમુક જિલ્લામાં હજારો પરમીટ આપવામાં આવી છે.
અત્યાર સુધી એમ.ડી. ફીઝીશ્યન ડોકટરોનું મેડીકલ સર્ટીફીકેટ રજૂ કરવાથી સરકારે નિયત કરેલા ૧૬ વિવિધ મેડીકલ ગ્રાઉન્ડ પૈકી કોઇ એક ગ્રાઉન્ડ લાગું પડતું હોય, તો દારૂની પરમીટ મળી જતી હતી. જોકે, અત્યારે હેલ્થ પરમીટો અટકાવી છે એ કામચલાઉ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -