14 કિલો સોનાની લૂંટ કરનારો સાગર જીવે છે આવી લાઈફ, જુઓ તસવીરો
સાગર અને તેની બહેને લૂંટ કર્યા પહેલાં લૂંટની જગ્યાની બે દિવસ સુધી રેકી કરી હતી. એ પછી તેમણે લૂંટને અજામ આપ્યો. લૂંટ ચલાવ્યા પછી બંને હોન્ડા બાઈક પર ફરાર થઈ ગયાં હતાં. લૂંટમાં ઉપયોગમાં લેવાયેલું હોન્ડા બાઇક પણ ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યું છે. આરોપી ભાઈ-બહેનની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી છે અને તેમાં હજુ ચોંકાવનારા ખુલાસા થશે.
બંને ભાઈ બહેનના મોંઘા શોખને કારણે બંનેના માથે દેવું થઈ ગયું જે ચૂકવવા માટે તેમણે આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે સાગર અને તેની બહેન પર દેવુ થઈ જતાં તેમણે આ પગલું ભર્યુ હતું.
અમદાવાદઃ મીઠાખળી વિસ્તારમાં એસઆઇએસ કંપનીમાં શનિવારે વહેલી સવારે થયેલી સાડા ચાર કરોડ રૂપિયાના 14 કિલો સોનાની લૂંટની ઘટનામાં બહુ મોટો ધડાકો થયો છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સગા ભાઈ બહેનની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. પકડાયેલા યુવકનું નામ સાગર ભાગચંદાની અને યુવતીનું નામ પિન્કી ભાગચંદાની છે.