હાર્દિકે સરકારે ચર્ચા મુદ્દે બોલાવી ખાસ બેઠક, ક્યારે મળશે બેઠક અને હાર્દિકે શું આપી છે કડક સૂચના ? જાણો
હાર્દિકે તેના ફેસબુક પેજ પર ચાર સવાલો મૂકીને લોકોના અભિપ્રાય માગ્યા છે. તેણે ‘ગુજરાત ભાજપ સરકાર સાથે ચર્ચાના મુદ્દા, આપ સહમત છો ? ’ એવો સવાલ કરીને ‘હા’ કે ‘ના’ એવો જવાબ માંગ્યો છે. સાથે સાથે હાર્દિક પટેલે ભાજપ સરકાર ચર્ચા માટેના ચાર મુદ્દા પણ આ પેજ પર મૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે ચીમકી આપી છે કે તેમનું આંદોલન પાટીદાર સમાજના હિત માટે છે અને સમાજને તોડવા કે લોલીપોપ આપવાનો પ્રયાશ થશે તો જાન્યુઆરીમાં દંગલ ખેલાશે. હાર્દિકને હાઈકોર્ટે જામીન આપતી વખતે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરત લાદી છે તે આવતા મહિને પૂરી થાય છે.
આ ચર્ચા બાદ પાસના 11 કન્વીનરની ટીમ રચાશે અને આ ટીમ સરકાર સાથે ચર્ચા કરશે. હાર્દિકે સ્પષ્ટતા કરી છે તે પાટીદાર અનામત આંદોલન સમિતિની પ્રાથમિકતા સમાજને અનામત નો લાભ મળે તે છે અને સરકાર સાથે પાટીદારોને અનામત તથા પોલીસ દમનના મુદ્દા પર ચર્ચા થશે.
આ ચાર મુદ્દામાં પાટીદારોને બંધારણીય અનામત આપો, શહીદ પાટીદાર ભાઈઓને આર્થિક સહાય આપો, દોષિત પોલીસને સસ્પેન્ડ કરો અને પાટીદાર આયોગ એ મુદ્દાઓનો સમાવેશ થાય છે. હાર્દિક પટેલના આ મેસેજ સામે પાટીદારોનો પ્રતિભાવ શું રહે છે તે જોવાનું રહે છે.
હાર્દિકે સરકારના નિમંત્રણના જવાબમાં તેના ફેસબુક પેજ પર સરકારને ચીમકી આપી છે અને સાથે સાથે ચાર મુદ્દે પાટીદારોનો અભિપ્રાય પણ માગ્યો છે. હાર્દિકે જાહેરાત કરી છે કે સરકાર સાથે ચર્ચાના મુદ્દે આવતા બે દિવસમાં તમામ કન્વીનર સાથે મિટિંગ માં ચર્ચા કરવામાં આવશે.
ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) સાથે અનામત મુદ્દે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માધ્યમથી હાર્દિક સહિતના નેતાઓને ચાર્ચા માટે નિમંત્રણ આપ્યું છે. પાસના કન્વિનર હાર્દિક પટેલે તેનો સ્વીકાર કરતાં પાટીદાર અનામતનો મામલો ફરી ચર્ચામાં છે.
હાર્દિક પટેલે તમામ કન્વીનરોને સ્પષ્ટ શબ્દોમાં કડક સૂચના પણ આપી છે કે આ બેઠકમાં અનામત સિવાયના બીજા કોઈ મુદ્દે કીએ ચર્ચા કરવી નહીં. હાર્દિકે આ બેઠકના સંકલનની જવાબદારી પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર દિનેશ બાંભણિયાને સોંપી તેમનો સંપર્ક કરવા કહ્યું છે.
29 નવેમ્બર, 2016 ને મંગળવારે બપોરે 12.30 કલાકે મળનારી આ બેઠકમાં હાજર રહેવા પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના તમામ તાલુકા અને જિલ્લાના કન્વીનરોને હાજર રહેવા કહેવાયું છે. તમામ સભ્યોને પોતાની જવાબદારી સમજીને સમયસર હાજર રહેવા હાર્દિકે અપીલ કરી છે.
અમદાવાદઃ ગુજરાત સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદાર અનામતના મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના આગેવાનોને ચર્ચાનું નિમંત્રણ આપ્યું છે ત્યારે હાર્દિકે મંગળવારે ઉદયપુરમાં પોતાના નિવાસસ્થાને ખાસ બેઠક બોલાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -