સાડા ચાર કરોડના સોનાની લૂંટઃ ધનિક પરિવારનાં કોલેજીયન ભાઈ-બહેને ચલાવી હતી લૂંટ, જાણો શું હતું કારણ ?
આ ઓપરેશનમાં ક્રાઇમ બ્રાંચના ચાર પોલીસ ઇન્સ્પેકટરની ટીમ બનાવાઈ હતી. ક્રાઈમ બ્રાંચે આ લૂંટના પ્લાન માં અન્ય કોઈ સંડોવાયેલું હતું કે નહીં તેની પણ તપાસ શરૂ કરી છે. આ કેસમાં સીક્યોરિટી ગાર્ડની ભૂમિકા શંકાસ્પદ છે ત્યારે તે પણ આ કાવતરામાં સામેલ હતો કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે બહુ જલદી નવા ખુલાસા થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશનિવારે વહેલી સવારે sis કંપનીમાં 14 કિલ્લો સોનાની લૂંટ થઇ હતી આ લૂંટના સીસીટીવી જોતાં બે શખ્સો નજરે પડી રહયા હતા અને માત્ર મિનિટોમાં જ આ બંને આરોપીઓ સીક્યોરિટી ગાર્ડને હથોડીના ઘા મારી અને લૂંટ ચલાવી ફરાર થયા હતા. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરતાં તેના છેડા ભાગચંદાની ભાઈ-બહેન સુધી પહોંચ્યા હતા.
ચોંકાવનારી વાત એ છે કે સાડા ચાર કરોડની લૂંટ ચલાવનારાં ભાઈ-બહેન હજુ કોલેજમાં જ ભણે છે. ધનિક પરિવારનાં ભાઈ-બહેને ઐય્યાશીઓમાં બહુ પૈસા ઉડાવ્યા હતા. તેના કારણે તેમના માથે બહુ દેવું થઈ ગયું હતું. આ દેવું ભરવા માટે તેમણે લૂંટ ચલાવી હતી. તેમના કમનસીબે જેને પૈસા આપવાના હતા તેને તેમણે સોનું આપતાં તેમનો ભાંડો ફૂટી ગયો હતો.
અમદાવાદઃ મીઠાખળી વિસ્તારમાં એસઆઇએસ કંપનીમાં શનિવારે વહેલી સવારે થયેલી સાડા ચાર કરોડ રૂપિયાના 14 કિલો સોનાની લૂંટની ઘટનામાં બહુ મોટો ધડાકો થયો છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સગા ભાઈ બહેનની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. પકડાયેલા યુવકનું નામ સાગર ભાગચંદાની અને યુવતીનું નામ પિન્કી ભાગચંદાની છે.
સાગર અને તેની બહેને લૂંટ કર્યા પહેલાં લૂંટની જગ્યાની બે દિવસ સુધી રેકી કરી હતી. એ પછી તેમણે લૂંટને અજામ આપ્યો. લૂંટ ચલાવ્યા પછી બંને હોન્ડા બાઈક પર ફરાર થઈ ગયાં હતાં. લૂંટમાં ઉપયોગમાં લેવાયેલું હોન્ડા બાઇક પણ ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યું છે. આરોપી ભાઈ-બહેનની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી છે અને તેમાં હજુ ચોંકાવનારા ખુલાસા થશે.
સાગર અને પિન્કી ભાગચંદાનીની અમદાવાદના પોશ વિસ્તારમાંથી ધારપકડ કરાઈ હતી. ક્રાઈમ બ્રાંચે વસ્ત્રાપુરના ઈંદ્રપસ્થ ફલેટનાં બીબ્લોક પર દરોડો પાડી બંનેને ઝડપી લીધાં છે. બંનેના પિતા ઓટો કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે અને સુખી પરિવાર છે. જો કે બંને ભાઈ-બહેન આજે રવાડે ચડી જતાં 14 લાખ રૂપિયાની આસપાસ દેવું થઈ જતાં છેવટે તેમણે લૂંટ કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -