✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં ભાજપ 53 ધારાસભ્યોને ફરી ટિકીટ નહીં આપે, સૌરાષ્ટ્રમાંથી ક્યા 17 ધારાસભ્યોનાં પત્તાં કપાશે ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 May 2017 12:40 PM (IST)
1

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 બેઠકો કબજે કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ત્યારે ભાજપે તેના વર્તમાન 123 ધારાસભ્યોમાંથી 53 ધારાસભ્યોનાં પત્તાં કાપવાનો નિર્ણય લીધો છે. આ 53 ધારાસભ્યોને સ્થાને ભાજપ નવા ચહેરાઓને ટિકીટ આપશે.

2

રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન અને ઠાકોરોના આક્રમક વલણને કારણે ભાજપે આ નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ ભાજપે ક્યા 53 ધારાસભ્યોને પડતા મૂકવા તેની યાદી પણ તૈયાર કરી દીધી છે. આ યાદી ભાજપ પ્રદેશ પ્રમુખ અમિત શાહને મોકલાઈ છે. અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદી અંગે અંતિમ નિર્ણય લેવાશે.

3

આ અંગે એક સપ્તાહમાં નિર્ણય લેવાવાની શક્યતા છે. ભાજપ તેના સૌરાષ્ટ્રના ધારાસભ્યોમાંથી 17 ધારાસભ્યોને રીપીટ નહીં કરે તેવું ભાજપનાં સૂત્રોએ જણાવ્યું છે. આ ધારાસભ્યોમાં બાબુભાઇ બોખીરીયા (પોરબંદર), ચીમન કાળા સાપરીયા (જામજોધપુર), પૂનમભાઇ મકવાણા (દસાડા), વર્ષાબેન દોશી (વઢવાણ), કાંતિલાલ અમૃતિયા (મોરબી), પ્રવિણભાઇ માંકડિયા (ધોરાજી)નો સમાવેશ થાય છે.

4

આ ઉપરાંત વસુબેન ત્રિવેદી (જામનગર દક્ષિણ), સામજીભાઇ ચૌહાણ (ચોટીલા), મેઘજીભાઇ ચાવડા (કાલાવડ), મહેન્દ્ર મશરૂ (જૂનાગઢ), જશાભાઇ બારડ (સોમનાથ), જેઠાભાઇ સોલંકી (કોડીનાર), નલીનભાઇ કોટડિયા (ધારી), કેશુભાઇ નાકરાણી (ગારીયાધાર), હિરાભાઇ સોલંકી (રાજુલા), બાવકુભાઇ ઉધાડ (લાઠી) અને વી.વી.વઘાસીયા (સાવરકુંડલા)ને પણ ટિકીટ ન મળે તેવી શક્યતા છે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતમાં ભાજપ 53 ધારાસભ્યોને ફરી ટિકીટ નહીં આપે, સૌરાષ્ટ્રમાંથી ક્યા 17 ધારાસભ્યોનાં પત્તાં કપાશે ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.