અમદાવાદઃ યુવકે કર્યાં બે લગ્ન, બીજી પત્નિને પહેલાં લગ્નની જાણ થતાં શું થયું?

આ બાબતને લઇ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોઇ મહમંદે પોતાની પત્નીની હત્યા કરવાનું નક્કી કર્યું. ૧૪ મેના રોજ રાત્રે બંને વચ્ચે બોલાચાલી થઇ જેમાં મહંમદે ઉશ્કેરાઇ સાનિયાનું ગળું દબાવી હત્યા કરી નાખી. બાદમાં મોડી રાતે ઉપરના માળેથી નીચે ફેંકી દઇ સાનિયાએ આત્મહત્યા કરી લીધી હોવાનું ઉપજાવી કાઢ્યું હતું.
આરોપી મહમંદહુસેને બે લગ્ન કર્યાં છે. જેમાં તેની પ્રથમ પત્ની બિહાર ખાતે રહે છે અને બીજાં લગ્ન સાનિયા સાથે કર્યાં હતાં. બે લગ્નને લઇને સાનિયા અને મહંમદહુસેન વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. મહંમદ હુસેનનું ઘર ન હોઇ લગ્ન બાદ બંને પતિ-પત્ની પિતા સાથે જ રહેતા. વારંવાર બંનેની પ્રથમ પત્નીને લઇ બોલાચાલી થતી અને પ્રથમ પત્નીને તલાક આપી દેવા માટે જણાવતી.
જેથી વેજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ. માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. આત્મહત્યાની તપાસ કરતા લાશના પીએમનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો જેમાં સાનિયાના ગળાના ભાગે નિશાન જોવા મળ્યાં હતા. તેનું ગળું દબાવવામાં આવ્યું હોવાનાં લક્ષણો દેખાતાં પોલીસને હત્યાની શંકા ઉપજી અને પોલીસે સાનિયાના પિતા સૈદુલ અને પતિ મહમંદહુસેનની પૂછપરછ કરી. જેમાં મહમંદહુસેને પોતાની પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું કબૂલ્યું.
અમદાવાદના વેજલપુરમાં આવેલા સંજરી પાર્કમાં સાનિયા શેખ પતિ મહંમદહુસેન અને સિંગની લારી ચલાવતા પિતા સૈદુલ વજુદ્દીન શેખ સાથે રહેતી હતી. મહમંદહુસેન જુહાપુરામાં ખાણીપીણીની લારી ચલાવે છે. જ્યારે સાનિયા ઘરકામ કરતી હતી. ગત ૧૪મી મેના રોજ વેજલપુર પોલીસને જાણ થઇ કે સંજરી પાર્કમાં રહેતી સાનિયા નામની યુવતીએ પોતાના ઘરે પહેલા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી છે.
અમદાવાદઃ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પતિએ તલાક તલાક તલાક કહીને પત્નીની હત્યા કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. આરોપી પતિએ બે વાર લગ્ન કર્યા હતા અને બીજી પત્ની પહેલી પત્નીને તલાક આપવા માટે મજબૂર કરતા પતિએ બીજી પત્નીની હત્યા કરી દીધી.