✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાલડી ગેંગરેપ કેસમાં પિતા સહિત 18 આરોપીઓને કોર્ટે કર્યા મુક્ત, પીડિતાએ કોર્ટમાં શું કહ્યું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jul 2018 04:40 PM (IST)
1

પીડિતાની માતા નંદિની ઉર્ફે ગુડ્ડુ જામીન પર છૂટ્યા બાદ ભાગી ગઇ હતી. કોર્ટે તેની વિરુદ્ધ વોરંટ પણ કાઢ્યું હતું. તેમ છતાં તે હાજર થઇ નહોતી. ત્યારે કોર્ટે તેને ભાગેડુ જાહેર કરી હતી. અને તેની સામેની ટ્રાયલ ચાલુ રાખી અન્ય 18 આરોપીને છોડી મૂક્યા હતાં.

2

121 પેજના ચુકાદામાં આરોપીઓને મળેલ શંકાના લાભમાં ભોગ બનનાર પીડિતા કોર્ટમાં હોસ્ટાઇલ થઇ ગઇ હતી. તેણીએ કોર્ટમાં પોતાની જુબાનીમાં ફેરવી તોળતા કહેલું કે, હું સગીરા નથી મારી ઉંમર 22 વર્ષ છે. મારું કૌમાર્ય ભંગ થયું નથી. અને મારી સાથે કોઇ પુરુષે દુષ્કર્મ કર્યું નથી. મેં મેજિસ્ટ્રેટ સમક્ષ 164 નું નિવેદન પણ આપ્યું નથી. જ્યારે પીડિતાના માતા ફરાર હોવાના કારણે તેનો નિર્ણય પેન્ડિંગ રાખવામાં આવ્યો છે.

3

સરકાર પક્ષ કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કરી શકી નહીં. સાથોસાથ ભોગ બનનાર પીડિતાનું યોનિ પટલ ખંડિત હતું કે અંખડિત તે અંગેનો કોઇ અભિપ્રાય તબીબોએ આપ્યો નહોતો.પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ નીલેશ લોધા આરોપીઓના વકીલ ચેતન શાહ, સંજય ઠક્કર અને આનંદ બ્રહ્મભટ્ટે 20 સાક્ષીઓની જુબાની અને સર તપાસ કરી હતી. 11 સાક્ષીઓ હોસ્ટાઇલ થઇ ગયા હતાં. આરોપીઓ વિરુદ્ધ સરકાર પક્ષ પુરાવાના અભાવે આરોપ સાબિત નહીં કરી શકતા કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા હતાં.

4

અમદાવાદઃ પાલડીની સગીરા સાથે થયેલા બે વર્ષ જુના ગેંગરેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. પુરાવાઓના અભાવે શંકાનો લાભ આપી મેજિસ્ટ્રેટ પિતા સહિત 18 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. એડિ.સેશન્સ જજ આર.કે.ચૂડાવાલાએ 121 પેજના ચૂકાદાના આધારે આ આદેશ કર્યો હતો.

5

સરકાર પક્ષ કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કરી શકી નહીં. સાથોસાથ ભોગ બનનાર પીડિતાનું યોનિ પટલ ખંડિત હતું કે અંખડિત તે અંગેનો કોઇ અભિપ્રાય તબીબોએ આપ્યો નહોતો.પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ નીલેશ લોધા આરોપીઓના વકીલ ચેતન શાહ, સંજય ઠક્કર અને આનંદ બ્રહ્મભટ્ટે 20 સાક્ષીઓની જુબાની અને સર તપાસ કરી હતી. 11 સાક્ષીઓ હોસ્ટાઇલ થઇ ગયા હતાં. આરોપીઓ વિરુદ્ધ સરકાર પક્ષ પુરાવાના અભાવે આરોપ સાબિત નહીં કરી શકતા કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા હતાં.

  • હોમ
  • અમદાવાદ
  • પાલડી ગેંગરેપ કેસમાં પિતા સહિત 18 આરોપીઓને કોર્ટે કર્યા મુક્ત, પીડિતાએ કોર્ટમાં શું કહ્યું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.