અમદાવાદઃ પૂર્વ મુખ્યમંત્રીની પૌત્રી સહિત ચાર યુવતી નશાની હાલતમાં પકડાઈ ને ગાંધીનગર થયો ફોન, પછી શું થયું ?
અમદાવાદઃ અમદાવાદના એસ.જી.હાઈ વે પર ચાર યુવતીઓ અને એક યુવક દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં હતાં પણ આ મામલે માત્ર એક યુવક સામે દારૂ પીવાનો ગુનો નોંધાયો છે જ્યારે યુવતીઓને જવા દેવાઈ હતી. આ યુવતીઓમાં એક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની પૌત્રી હતી તેથી મામલો રફેદફે કરાયો હોવાની ચર્ચા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે આ પ્રકરણમાં યુવક સામે દારૂ પીધેલી હાલતમાં ઝડપાવાનો કેસ કર્યો હતો અને આ કેસમાં ભીનું સંકેલી લીધું હતું. જો કે આ ઘટનાની જાણ ધીમે ધીમે પોલીસ અધિકારીઓને થતાં આ વાત બહાર આવી હતી. મોટા પરિવારની યુવતીઓને પોલીસે જવા દીધી તેની પાછળ કોનું દબાણ હતું, તે મુદ્દો હાલ ચર્ચાઈ રહ્યો છે.
જો કે પોલીસને આ યુવતીઓમાંની એક યુવતી પૂર્વ મુખ્યમંત્રીની પૌત્રી હોવાનું સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તરત જ ગાંધીનગર જાણ કરી હતી અને ગાંધીનગરથી આ મામલે કશું પણ નહીં કરવાનો હુકમ આવતાં પોલીસે તમામ યુવતીઓને છોડી મૂકી હતી.
કાર અથડાતાં પાછળની કારમાં બેઠેલા લોકોનો આ ચાર યુવતી અને યુવક સાથે ઝઘડો થયો હતો. જેને પગલે પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસને તમામ યુવતીઓએ સાથે દારૂ પીધો છે તેવી શંકા જતા બ્રેથ એનેલાઇઝ દ્વારા તમામની તપાસ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
આ ઘટનાની પ્રાપ્ત માહિતી પ્રમાણે શુક્રવાર ને 13 જુલાઈની રાત્રે એક જાણીતી ક્લબ બહાર ચાર યુવતીઓ અને એક યુવક ખાણીપીણીની બજાર નજીક કારમાં બેઠા હતા. એ પછી એ લોકો ઘરે જવા નિકળ્યાં કાર રીવર્સ કરી રહ્યા હતા ત્યારે તેમની કાર પાછળ ઉભેલી એક કાર સાથે અથડાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -