અમદાવાદઃ 19 વર્ષની યુવતીને બંધાયા 16 વર્ષના છોકરા સાથે સંબંધ, પરિવારે બંધ કરાવ્યું મળવાનું તો શું આવ્યો અંજામ ? જાણો
આ અંગે ઘાટલોડીયા પોલિસ સ્ટેશનના પી.આઈ. એ.ડી. ગોહેલે જણાવ્યું કે શિક્ષક દંપતીના સગીર પુત્રના પ્રેમમાં આખરે યુવતીએ જીવ તો ગુમાવ્યો પરંતુ યુવતી આપઘાત કરવા ગઈ ત્યારે કેરોસીન ક્યાંથી લાવી તે એક સવાલ બન્યો છે. હાલ તો પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે .
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેમીએ યુવતીને પોતાની સાથે વાત નહીં કરવા કહ્યું હતું. આ યુવતીને લાગી આવતા તેણે 15 દિવસ પહેલાં પ્રેમીને કહ્યું હતું કે જો એ પોતાની સાથે વાત નહિ કરે તો તેના ઘર પાસે આપઘાત કરશે. પ્રેમીએ તેની આ વાતને ગંભીરતાથી નહોતી લીધી અને છેવટે તેનો અંજામ યુવતીના આપઘાતમાં આવ્યો.
જો કે બંને ચોરીછૂપીથી મળતાં હતાં પણ આ વાતની ખબર પડતાં શિક્ષક દંપતીએ પુત્રનું બહાર નિકળવાનું બંધ કરાવી દીધું હતું તેથી પ્રેમીનો ગીતા સાથેનો સંપર્ક સાવ કપાઈ ગયો હતો. બંને એ પછી મળ્યાં હતાં પણ એ વાતની ખબર પડતાં પ્રેમીના પરિવારે દબાણ લાવીને તેની સાથે વાત કરવાનું પણ બંધ કરાવ્યું હતું.
યુવતીએ સળગીને જીવ ગુમાવ્યો ત્યાં સુધી શિક્ષક દંપતીના પરિવારે ઘરમાંથી બહાર નીકળવાની તસદી સુધ્ધાં નહોતી લીધી. ગીતા લાંબા સમયથી સગીરના પ્રેમમાં હતી. પ્રેમ પ્રકરણના લીધે સગીર ધોરણ 10માં નાપાસ થતાં શિક્ષક દંપતીએ સગીર પાસેથી તેનો મોબાઈલ લઇ લીધો હતો તેથી બંને વચ્ચે સંપર્ક બંધ થઈ ગયો હતો.
આજે વહેલી સવારે બ્રેડ લેવા જવાનું કહીને ગીતા પરમાર ઘરેથી નીકળી હતી અને સગીર પ્રેમીના ઘરે પ્રતીક્ષા એપાર્ટમેન્ટમાં જઈ અગ્નિસ્નાન કર્યું હતું . એપાર્ટમેન્ટનાં લોકો યુવતીની ચીસો સાંભળીને બહાર દોડી આવ્યા હતા અને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ ગંભીર રીતે દાઝેલી યુવતી ઘટનાસ્થળે જ મોતને ભેટી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે ઘાટલોડીયા પોલીસને વહેલી સવારે કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે પ્રતીક્ષા એપાર્ટમેન્ટમાં અજાણી યુવતી દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ કરતા શિક્ષક દંપતિના સગીર દીકરા સાથેના પ્રેમ પ્રકરણમાં યુવતીએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
જો કે યુવતી પ્રેમીના ઘરે ગઈ ત્યારે કેરોસીન ક્યાંથી લાવી તે સવાલ પોલીસે ઉઠાવ્યો છે તેના કારણે યુવતીએ ખરેખર આપઘાત કર્યો કે પછી બીજું કંઈ બન્યું એ સવાલ ઉભો થયો છે. પ્રેમીના પરિવારમાંથી કોઈ યુવતીની ચીસો સાંભળ્યા પછી બહાર પણ ના આવ્યું તેના કારણે પણ પોલીસને શંકા જાગી છે.
ગીતા પરમાર નામની આ 19 વર્ષીય યુવતીએ સગીર પ્રેમીના ઘરના દરવાજા પાસે જ પોતાના શરીર પર કેરોસીન છાંટ્યું હતું અને પછી શરીરને આગ ચાંપી હતી. કમનસીબે તેના પ્રેમીનાં ઘરનાં લોકોએ તેને બચાવવાની કોશિશ સુધ્ધાં નહોતી કરી અને કોઈ ઘરમાંથી બહાર પણ ના આવતાં યુવતી મોતને ભેટી.
અમદાવાદઃ શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા પ્રતિક્ષા એપાર્ટમેન્ટમાં 19 વર્ષની એક યુવતીએ આજે પોતાના સગીર પ્રેમીના ઘરના દરવાજા પાસે જ અગ્નિસ્નાન કરી લેતાં સનસનાટી મચી ગઈ હતી. મોતને ભેટનાર યુવતીનું નામ ગીતા પરમાર હતું અને તે પાસે આવેલા શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -