પરણિતાને પ્રેમમાં ફસાવવા વોટ્સએપ પર કર્યા અશ્લિલ મેસેજ, પોલીસ પણ ચોંકી
બીજલના વોટ્સએપ પર યુવકે તું મને બહુ ગમે છે….હું તને પ્રપોઝ કરવા માગું છું જેવા અનેક મેસેજ કર્યા હતા. આ મામલે બીજલના પતિને ખબર પડતાં ગઇ કાલે નરોડા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: આજકાલ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા વોટ્સએપ પર ચેટિંગ કરીને યુવતીઓને પ્રેમમાં ફસાવવાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે. આવો જ એક કિસ્સો શહેરના નરોડા વિસ્તારમાં બન્યો છે.
બીજલના પ્રેમમાં પાગલ થયેલા યુવકને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે અને મોબાઇલ નંબરના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છેકે યુવકે 25 કરતાં વધુ વોટ્સએપ મેસેજ બીજલને કર્યા છે.
આવો કિસ્સામાં એક પરણિતાને અજાણ્યા યુવકે વોટ્સએપ પર પ્રપોઝ કરતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પ્રેમમાં પાગલ થયેલા યુવકે વોટ્સએપ પર પરણિતાને કરેલા સંખ્યાબંધ મેસેજને પોલીસ જોતાંની સાથે જ ચોંકી ઊઠી હતી. નરોડા પોલીસે યુવક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
નરોડા વિસ્તારમાં રહેતી 35 વર્ષિય બીજલ (નામ બદલ્યું છે) તેના પતિ સાથે રહે છે. બીજલનો પતિ રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. થોડાક દિવસ પહેલાં બીજલના વોટ્સએપ પર એક અજાણ્યા યુવકે મેસેજ કરવાનું શરૂ કર્યું હતું જોતજોતામાં મામલો એ હદ પહોંચી ગયો કે યુવકે બીજલને વોટ્સએપ પર પ્રપોઝ કરી દીધું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -