અમદાવાદઃ 38 વર્ષની મહિલાને બંધાયા 19 વર્ષના યુવક સાથે સેક્સ સંબંધ, બંને ભાગી ગયાં પછી શું બન્યું કે યુવકે આપઘાત કર્યો ?

મહિલાની ધમકીથી ડરી ગયેલા હિતેશે ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસને મળેલી સ્યુસાઈડ નોટમાં ડાયવોર્સી મહિલા, તેના ત્રણ મળતીયાઓને મોત માટે જવાબદાર ઠેરવ્યા છે. પોલીસ પણ ત્રાસ આપતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે સ્યૂસાઈડ નોટના પગલે ડાયવોર્સી મહિલા સહિતના શખસો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
આ રજૂઆતના પગલે ડાયવોર્સી મહિલા અને યુવક મેઘાણીનગર છોડીને વડોદરા ખાતે રહેવા ચાલ્યાં ગયાં હતાં. જો કે પોલીસે તેમને હાજર થવા કહેતાં વડોદરાથી બંને જણા જયારે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ સમયે ડાયવોર્સી મહિલાએ હિતેશને પોતાની સાથે નહીં રહે તો બળાત્કારની ફરિયાદ નોંધાવીશ તેવી ધમકી આપી હતી.
જો કે, હિતેશની ઉમર ૨૧ વર્ષ થઈ નહીં હોવાથી બંને જણા લગ્ન કરી શકયાં ન હતાં. હિતેશનાં પરિવારજનો ડાયવોર્સી મહિલા સાથેના સંબંધોને લઈને વિરોધમાં હતા અને હિતેશને મહિલાને છોડી દેવા દબાણ કરતાં હતાં. આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશન તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત ફરિયાદ પણ થઈ હતી.
આ ઘટનાની વિગત એવી છે કે, અસારવા કલાપીનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ૧૯ વર્ષીય હિતેશ આશેરીએ શુક્રવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હિતેશને તેના ઘર નજીક રહેતી ૩૮ વર્ષીય ડાયવોર્સી મહિલા સાથે પ્રેમ થયો હતો. બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા ને બંને નિયમિત રીતે સેક્સ માણતાં હતાં.
વડોદરામાં બંને પતિ-પત્નિની જેમ રહેતાં અને દામ્પત્ય જીવન માણતાં હતાં. યુવકના પરિવારની ફરિયાદના પગલે પોલીસે તેમને બોલાવ્યાં પછી મહિલાએ યુવકને ધમકી આપી હતી કે, યુવક તેની સાથે નહીં રહે તો બળાત્કારનો કેસ કરશે. મહિલાની સાથે સંકળાયેલાં લોકો પણ ધમકી આપતાં તેથી યુવકે ત્રાસીને આપઘાત કરી લીધો.
અમદાવાદઃ અસારવાના 19 વર્ષીય યુવક હિતેશ આશેરીના આપઘાત કેસમાં એકદમ ચોંકાવનારો ખુલાસો થયો છે. આ યુવક એક ૩૮ વર્ષીય ડાયવોર્સી મહિલાના પ્રેમમાં પડ્યો હતો અને બંને વચ્ચે શારીરિક સંબધો પણ બંધાયા હતા. યુવકના પરિવારનું દબાણ વધતાં બંને ભાગીને વડોદરા પણ જતાં રહ્યાં હતાં.