અમદાવાદઃ દારૂના નશામાં ધૂત કોન્સ્ટેબલે યુવતીની કરી છેડતી, જાણો પછી શું થયું?
આ અંગેની વિગતો એવી છે કે, બોપલની અભિષેક સોસાયટીમાં રહેતી પ્રિયા પટેલ(નામ બદલ્યું છે) બુધવારે સાંજે એક્ટિવા લઇને પોતાની ફ્રેન્ડના ઘરે જઈ રહી હતી ત્યારે બિગ ડેરી ચાર રસ્તા પાસે બોપલનો જ શ્રેય વાઘેલા પુરપાટ ઝડપે બાઇક સાથે સામે આવી જતાં પ્રિયાએ બેલેન્સ ગુમાવી દીધું હતું. આ પછી પ્રિયાએ તેની સાથે બોલાચાલી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલાચાલી થતાં શ્રેયે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જોગેન્દ્રસિંહ ચુડાસમાને ફોન કરીને બોલાવ્યા હતા. નશામાં ધૂત આ કોન્સ્ટેબલે યુવતી સાથે બોલાચાલી કરી હતી. તેમજ બંનેએ ગાળાગાળી કરતાં પ્રિયા એક્ટિવા લઈને ત્યાંથી ફ્રેન્ડના ઘરે આવી ગઈ હતી.
પ્રિયા ત્યાંથી નીકળી જતાં શ્રેય અને કોન્સ્ટેબલ તેની પાછળ પાછળ ગયા હતા. બીજી તરફ પ્રિયાએ બોપલ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને કોન્સ્ટેબલ સામે છેડતી અને પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરી હતી.
અમદાવાદઃ બોપલમાં એક યુવતી સાથે અકસ્માત કર્યા પછી તેની સાથે છેડતી કરવાના ગુનામાં સેટેલાઇટના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. કોન્સ્ટેબલ જોગેન્દ્રસિંહ ચુડાસમાએ દારૂ પીધેલો હોવાથી તેની સામે આ અંગેની પણ ફરિયાદ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -