ભારતનું પહેલુ ‘વર્લ્ડ હેરિટેજ શહેર’ તરીકે ગુજરાતના આ શહેરને મળ્યો દરજ્જો, જાણીને તમારું દિલ ભરાઈ આવશે
યૂનેસ્કોએ પોતાની નોટમાં લખ્યું, ‘15મી સદીના સુલ્તાન અહમદ શાહ દ્વારા વસાવવામાં આવેલું અમદાવાદ સાબરમતી નદીના પૂર્વ તટ પર વસેલું છે. આ શહેરમાં આર્કિટેક્ટના સારામાં સારા ઉદાહરણ જોવા મળી રહ્યા છે. ઉદાહરણ તરીકે ભદ્રનો કિલ્લો, દિવાલો અને તેનો ગેટ, અહીં ઘણી મસ્જિદો અને મકબરા છે. તેના પછીના સમયમાં બનેલા હિંદૂ અને જૈન મંદિરોનો પણ સમાવેશ થાય છે. આ શહેર 60 વર્ષોથી ગુજરાતની રાજધાની છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીએ ગુજરાતના અમદાવાદને વર્લ્ડ હેરિટેજ શહેર જાહેર કર્યું છે. યૂનેસ્કોએ તેના પહેલા ભારતની ઘણી ઐતિહાસિક બિલ્ડિંગોને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી છે. પરંતુ આ પહેલો અવસર છે કે જ્યા ભારતના કોઈ શહેરને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવ્યું છે.
વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠક પોલેન્ડના ક્રાકો શહેરમાં આયોજિત કરવામાં આવી હતી.
અમદાવાદની પસંદગીમાં તુર્ક, લેબનન, ટ્યૂનિશિયા, પેરૂ, કજાકિસ્તાન, પોર્ટુગલ, જમૈકા, વિયેતનામ, તંજાનિયા, ફિનલેંડ, અજરબેજાન, ઝિમ્બામ્વે, ક્રોશિયા, અંગોલમ, ક્યૂબા, દક્ષિણ કોરિયા અને પોલેન્ડ જેવા 20 દેશોએ સમર્થન આપ્યું છે. આ શહેરમાં હિંદુ, ઈસ્લામિક અને જૈન ધર્મોના લોકોને એક સાથે વસતા અને અહીંની સારી આર્કિટેક્ચરના કારણે પસંદગી કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -