ભારત-ઇઝરાયેલના ઉદ્યોગસાહસિકોને જોડશે iCREATE, મોદી-નેતન્યાહૂએ કર્યું ઉદઘાટન
આઈક્રિએટનું મિશન કંઈક ઈનોવેટિવ કરવા માગતા આંત્ર્યપ્રિન્યોરને આગળ વધવા માટે આવતી અડચણો દૂર કરવાનું છે. માત્ર એટલું જ નહીં, તેને સ્પર્ધામાં ટકી રહેવાથી લઈ રોજગાર ઉભો કરવામાં મદદરૂપ થવાનું મિશન છે.
અહીં ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ સહિત 1500 જેટલા મહેમાનો ઉપસ્થિત રહ્યાં છે. છે, જે તમામ મોદી અને નેતન્યાહુ સાથે લંચ પણ કરશે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પ્રમુખ ગુજરાતની મુલાકાત દરમિયાન અત્યારે અમદાવાદના બાળવા પહોંચ્યા છે. બાવળા પાસેના ધોલેરા ગામ ખાતે આવેલા આઈક્રિએટ સેન્ટરનું બન્ને નેતાઓએ ઉદ્દઘાટન કર્યું હતું. જોકે, આ પ્રસંગે ઈઝરાયેલી પ્રમુખ નેતન્યાહુના પત્ની સારા પણ હાજર રહ્યા હતા.
icreate (ઈન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્ર્યપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી)એક સ્વાયત સંસ્થા છે. જેમાં ફુલ્લી ફર્નિશ્ડ ઓફિસ રૂમ્સ, ક્લાસ રૂમ્સ અને 500 લોકો બેસી શકે એવું ઓડિટોરિયમ છે. આ સિવાય 100-100 બેઠકની ક્ષમતા ધરાવતા બે સેમિનાર હોલ્સ છે. જ્યારે બોર્ડ મીટિંગ માટે 40 બેઠકોનો કોન્ફરન્સ રૂમ છે.