શું રાજકોટમાં પકડાયેલી નકલી નોટ બોપલમાં છપાઇ હતી? પોલીસે પ્રિન્ટિંગ મશીન જપ્ત કર્યું
અમદાવાદના બોપલ વિસ્તારના દેવર્શી બંગલોમાં રહેતા મૂળ ગોંડલના દેવડા ગામના રૂદય મનસુખ જાગાણી (ઉ.વ.29) અને બોપલમાં રહેતા મૂળ કચ્છના લાબાસર ગામના લક્ષ્મણ રૂડા ચૌહાણ (ઉ.વ.24)ને પકડી પૂછપરછ કરતા તેઓ નકલી નોટો છાપતા હોવાની કબૂલાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદની એક ગેંગ જાલીનોટ છાપવાનું કામ કરી રહી છે. અમદાવાદથી સ્વિફ્ટ કારમાં જાલી નોટનો જથ્થો રાજકોટ આવવાનો છે તેવી પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતને હકીકત મળતા પોલીસે હનુમાનમઢી ચોક પાસે વોચ ગોઠવી હતી અને બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
અમદાવાદઃ રાજકોટમાંથી ઝડપાયેલી 26.10 લાખની નકલી નોટ કેસમાં પોલીસે બોપલમાંથી પ્રિન્ટીંગ મશીન અને કાગળો જપ્ત કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતું કે આરોપી અમદાવાદનો આરોપી છે. રાજકોટ પોલીસ આ કેસની તપાસ માટે અમદાવાદ આવી હતી. પોલીસને દેવર્શી બંગલોમાંથી પ્રિન્ટીંગ મશીન અને કાગળ મળી આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -