બાઈક પર પાંચ સવારી નિકળેલા યુવકો બંધ ટ્રકમાં ઘૂસ્યા ને ચાર મોતને ભેટ્યા
નાતાલની ઉજવણી કરી આ પાંચેય યુવાનો એક બાઇક પર પાંચ સવારી ઘર તરફ જવા નીકળ્યા હતા. આ પાંચેય યુવાનો રાત્રીના સમયે બાઇક પર લીમખેડા રોડ પર નવાવાિડયા ગામના પાિટયા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રોડની સાઇડમાં બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર યુવાનોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: લીમખેડા રોડ પર બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં સર્જાયેેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર યુવાનોનાં ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે લીમખેડા નજીક આવેલા કારિયારાય ગામના ટ્વિન્કલ ભાભોર અને મુનાવાણી ગામના ભરત બારિયા, ધર્મેશ હઠીલા, કિરણ હઠીલા અને કલ્પેશ નામના આ પાંચ યુવાનો પોતાના ગામ નજીક આવેલ વાંકળી ચર્ચમાં નાતાલની રજા માણવા ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -