કેનેડા જવા પટેલ મહિલાએ પરપુરૂષને 'પતિ' બનાવી દીધો, કઈ રીતે પકડાયું કબૂતરબાજીનું કૌભાંડ ? જાણો
અફઝલ તો ફરાર થઈ ગયો હતો પણ પોલીસ બિપિન પટેલ સુધી પહોંચી ગઈ. બિપિનની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી છે કે મુંબઈના તન્વીર પરિવારના પાસપોર્ટની ઝેરોક્ષ બનાવી તે ઝેરોક્ષ મલેશિયા મોકલી નકલી પાસપોર્ટ બનાવી તેના આધારે ઉત્તરગુજરાતના 3 પરિવારને કેનેડા મોકલ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાનમાં મુંબઈનો તન્વીર પરિવાર પોતાના અસલી પાસપોર્ટ પર કેનેડા જવા દિલ્લી એરપોર્ટ પહોંચ્યો ત્યારે કેનેડાની નોટિસના આધારે તેમને રોકવામાં આવ્યા. તેમની સઘન પૂછપરછ કરવામાં આવતાં તેમની પાસેથી કબૂતરબાજ અફઝલના નામનો ખુલાસો થયો અને પોલીસને આગામી કડીઓ મળતી ગઈ.
અમદાવાદઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ખાસ ટીમે ડુપ્લિકેટ પાસપોર્ટનો ઉપયોગ કરી ઉત્તર ગુજરાતના ત્રણ પટેલ પરિવારને કેનેડા મોકલી દીધા હોવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ ટ્રાવેલ એજન્ટ બિપિનચંદ્ર પટેલની પણ પોલીસે ધરપકડ કરી હતી.
મુંબઇના તન્વીર પરિવારનાં શગુફ્તા મેમણ,અલ્લાદીન તન્વર અને અબ્દુસ આરીફ તન્વરે કેનેડા જવા માટે એજન્ટ અફઝલને વિઝા મેળવવાની પ્રક્રિયા માટે પોતાનો પાસપોર્ટ આપ્યો હતો. તન્વર પરિવારના આ પાસપોર્ટનો ઉપયોગ કરીને અફઝલ અને બિપિને ઉત્તર ગુજરાતના 3 પટેલ પરિવારોને કેનેડા મોકલ્યા હતા.
ત્યારબાદ બિપિનચંદ્રએ કેનેડા જવા માંગતા લોકોની શોધ કરવાની શરૂઆત કરતા આ ત્રણ પરિવારો મળી આવ્યા હતા. આશ્વર્યની વાત એ છે કે આ ત્રણેય પરિવારો કેનેડા જવા માટે મુસ્લિમ પણ બની ગયા હતા. તેઓએ મુસ્લિમ દેખાવા માટે ખાસ તાલીમ પણ લીધી હતી.
ત્રીજો પરિવાર કેનેડામાં ઉતર્યો ક્યારે કેનેડાના ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટના ધ્યાનમાં આ વાત આવી. જોકે, ત્રણ જ મહિનામાં એક જ નામ ધરાવતી ત્રણ વ્યક્તિઓ અલગ અલગ ફોટા સાથેના પાસપોર્ટ સાથે આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તેથી 3 પટેલોને પકડી લઈ 3 પાસપોર્ટ ધારકોના નામે લૂક આઉટ સર્ક્યુલર બહાર પાડવામાં આવી.
નવાઇની વાત એ છે કે આ ત્રણ પરિવારોમાં બે જ પરિવારો જ અસલી કપલ હતા જ્યારે અન્ય એક પરિવારમાં મહિલાએ અન્ય કોઇ પુરુષને પોતાનો પતિ ગણાવ્યો હતો. આ મહિલાને એક પુત્ર પણ છે. મુંબઇમાં રહેતા ટ્રાવેલ એજન્ટ અફઝલ ઉર્ફ રાજુએ બીપીનચંદ્ર પટેલને કેનેડા જવા માંગતા લોકોની શોધ કરવાની વાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -