Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ એક જ પરિવારના ચાર સભ્યોએ નર્મદા કેનાલમાં કૂદી કર્યો આપઘાત, બે બાળકો પણ સામેલ
અમદાવાદઃ અમદાવાદના લપકામણ ગામના એક જ પરિવારના ચાર સભ્યોએ નર્મદા કેનાલમાં છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. મળતી વિગતો અનુસાર, લપકામણ ગામના રહેવાસી વિષ્ણુ ઠાકોર, તેમના પત્ની અને તેમના બે સંતાઓએ અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિષ્ણુ ઠાકોરે તેમની પત્ની સંગીતા, પુત્ર જનક અને દીકરી જાહ્નવીને એક સાડીમાં લપેટીને સામૂહિક રીતે આપઘાત કરી લીધો હતો. વિષ્ણુએ સુસાઇડ કરતા અગાઉ તેમના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. વિષ્ણુ ઠાકોર રિક્ષા ચલાવતા હતા અને રીક્ષા લેવા માટે તેમણે લોન લીધી હતી ત્યારે તેની સુસાઇડ નોટમાં આ રીક્ષા વેચી અને બેન્કની લોન ભરી દેવી એવી પણ નોંધ કરી હતી. અડાલજ પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે.
પરિવારના ચાર સભ્યોએ એક સાથે આપઘાત કરી લેતા લપકામણ ગામ અને વિષ્ણુ ઠાકોરના કુંટુંબીજનોમાં શોક ફેલાઇ ગયો હતો. વિષ્ણુ ઠાકોરના પરિવારજનોના કહેવા પ્રમાણે, વિષ્ણુ ફેફસાની બીમારીથી પીડાતા હતા અને પોતાની બીમારીની કંટાળીને વિષ્ણુએ આપઘાત કરી લીધો હતો. વિષ્ણુએ આપઘાત કરવા જવાના હોવાની વાત પોતાની પત્નીને પણ જણાવી હતી. બાદમાં તેની પત્નીએ પોતાના બે બાળકો સાથે લઇને અડાલજ પાસેની નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -