લોકોને મોટી રાહતઃ જાણો હવે એક દિવસમાં કેટલી રકમ ઉપાડી શકાશે ? એટીએમ-એક્સચેન્જમાંથી મળશે કેટલી રકમ ?
દેશમાં જૂની નોટો બદલીને નવી નોટો મેળવવા માટે મચેલી અફડાતફડીના કારણે કેન્દ્ર સરકારે આ મોટી રાહત આપી છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે ચલણી નોટોની ઉપલબ્ધતા અને વિતરણની સ્થિતિનો રીવ્યુ કરીને આ મોટી જાહેરાત કરી છે. રીઝર્વ બેંકે લોકોને પણ ગભરાટમાં નહીં આવેની જરૂર પ્રમાણે જ નોટો કાઢવા અપીલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બદલવા માટેની મર્યાદામાં પણ વધારો કર્યો છે. ગઈ કાલ સુધી 4000 રૂપિયા સુધીની 500 અને 1000 રૂપિયાની નોટો બદલીને નવી નોટો લઈ શકાતી હતી. હવે આ મર્યાદા વધારીને 4500 રૂપિયા કરવામાં આવી છે અને એ રીતે તેમાં પણ 500 રૂપિયાનો વધારો કરાયો છે.
કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પ્રમાણે એટીએમમાંથી રૂપિયા કાઢવાની મર્યાદા વધારી દેવાઈ છે. હવે એક દિવસમાં 2000ની જગ્યાએ 2500 રૂપિયા એટીએમમાંથી કાઢી શકાશે. આમ એટીએમમાંથી ઉપાડની મર્યાદામાં પણ 500 રૂપિયાનો વધારો કરાયો છે તેના કારણે લોકોને આંશિક રાહત થશે.
કેન્દ્ર સરકારે એક દિવસમાં 10,000 રૂપિયા કાઢવાની મર્યાદા બાંધી હતી. આ મર્યાદા હટાવી દેવાઈ છે. આ ઉપરાંત એક સપ્તાહમાં નાણાં ઉપાડવા પર 20,000 રૂપિયા હતી તે વધારીને 24,000 કરી દીધી છે. તેનો મતલબ કે હવે એક જ દિવસમાં 24,000 રૂપિયા કાઢી શકાશે.
અમદાવાદઃ નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરી તેના કારણે સામાન્ય લોકો તો પરેશાન થઈ ગયા છે ત્યારે મોદી સરકારે 14 નવેમ્બર, 2016 ને સોમવારથી લોકોને રાહત આપતાં સંખ્યાબંધ પગલાં જાહેર કર્યાં છે. કેન્દ્ર સરકારે સૌથી મોટી રાહત આપતાં રોજિંદા ઉપાડની રકમ પરનાં નિયંત્રણ હટાવી દીધાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -