કોંગ્રેસ ફિક્સ પગારદારો માટે લડવા મેદાને, આજથી જંગની શરૂઆત, જાણો આજે શું આ્પ્યો છે કાર્યક્રમ
ફિક્સ પગારનું કોકડું એવું ગૂંચવાયું છે કે ૨૦૧૧માં ગુજરાત સરકાર હાઈકોર્ટમાં કેસ હારી ગઈ પછી અર્થઘટન કરવા માટે સરકાર હાઈકોર્ટમાં અપીલમાં ગઈ. ત્યાં પણ કેસ હારી ગઈ પછી ફેબ્રુઆરી ૨૦૧૨માં સરકાર સુપ્રીમમાં ગઈ. ચાર વર્ષ થયાં સુપ્રીમમાં એક વાર પણ કેસ ચાલ્યો જ નથી. સરકારે ટોસ જીતીને પહેલો દાવ લીધો છે પણ રમવા જ નથી ઊતરતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, ગુજરાતમાં લાખો યુવાનો બેકાર છે, બીજુ બાજુ લાખો યુવકો ફિક્સ વેતન અને કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર જે રીતે કામ કરી રહી છે તેનાથી સમાજનો તમામ વર્ગ ત્રાહીમામ પોકારી ગયો છે. બે દિવસના પ્રતિક ધરણા બાદ જો સરકાર આ મુદ્દે ધ્યાન નહીં આપે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
અમદાવાદ: પીએમ નરેંદ્ર મોદીએ દેશમાં 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો ચલણમાંથી રાતો રાત બંધ કરતા દેશના નાના મોટા દરેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ દેશની દરેક બેંકની બહાર મોટી લાઈનોમાં લોકો કરન્સી બદલવા માટે લાઈનો ઉભા છે. ત્યારે ગુજરાતમાં ફિક્સ વેતન અને બેરોજગારી મુદ્દે 14-15 નવેમ્બરના રોજ ધારણા કરવાની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -