✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં ભાજપ 53 ધારાસભ્યોને ફરી ટિકીટ નહીં આપે, હાઈકમાન્ડને મોકલાઈ યાદી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 May 2017 11:15 AM (IST)
1

ચોથો માપદંડ પક્ષવિરોધી પ્રવૃત્તિનો છે. જે ધારાસભ્યની વફાદારી સામે સહેજ પણ શંકા હોય તેવા ધારાસભ્યોને પડતા મૂકવાનો નિર્ણય લેવાયો છે. પાંચમો માપદંડ જ્ઞાતિનાં બદલાયેલાં સમીકરણો છે. પાટીદાર અને ઠાકોર આંદોલનના કારણે બદલાયેલી સ્થિતીમાં જીતી ના શકે તેવા ઉમેદવારોને પડતા મૂકવાનું નક્કી કરાયું છે.

2

ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત પ્રદેશ ભાજપે તેના વર્તમાન 123 ધારાસભ્યોમાંથી 53 ધારાસભ્યોનાં પત્તાં કાપવાનો નિર્ણય લીધો છે. આ 53 ધારાસભ્યોને સ્થાને ભાજપ નવા ચહેરાઓને ટિકીટ આપશે. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન અને ઠાકોરોના આક્રમક વલણને કારણે ભાજપે આ નિર્ણય લીધો છે.

3

ભાજપ પ્રદેશ નેતાગીરીએ ક્યા ધારાસભ્યોને રીપીટ ના કરવા તે માટે પાંચ માપદંડ નક્કી કર્યાં હતાં. આ પૈકી પહેલો માપદંડ વયનો હતો. ભાજપે સીનિયર નેતાઓ માટે 75 વર્ષની વયમર્યાદા નક્કી કરી છે પણ ધારાસભ્ય માટે 65 વર્ષની વયમર્યાદા નક્કી કરીને તેનાથી વધારે વયના ધારાસભ્યોને રીપીટ નહીં કરવા નિર્ણય લીધો છે.

4

ગુજરાત પ્રદેશ ભાજપે ક્યા 53 ધારાસભ્યોને પડતા મૂકવા તેની યાદી પણ તૈયાર કરી દીધી છે. આ યાદી ભાજપ પ્રદેશ પ્રમુખ અમિત શાહને મોકલી અપાઈ છે. અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદી પર નજર નાંખે પછી અંતિમ નિર્ણય લેવાશે. આ અંગે એક સપ્તાહમાં નિર્ણય લેવાવાની શક્યતા છે.

5

બીજો માપદંડ સતત ચાર ચર્મથી ચૂંટાતા ધારાસભ્યોને પડતા મૂકી યુવાઓને તક આપવાનો છે. ત્રીજો માપદંડ સ્થાનિક કક્ષાએ કાર્યકરો અને મતદારોની નારાજગી છે. ભાજપ દ્વારા કરાયેલા આંતરિક સર્વેમાં જેમની સામે નારાજગી હોવાનું બહાર આવ્યું તેમને પડતા મૂકવાનો નિર્ણય લેવાયો છે.

6

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 બેઠકો કબજે કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ત્યારે આ લક્ષ્યને પાર પાડવા ભાજપ કેટલીક આશ્ચર્યજનક વ્યૂહરચના અમલમાં મૂકે તેવી શક્યતા છે. આ પૈકી એક વ્યૂહરચના ભાજપના સંખ્યાબંધ ધારાસભ્યોને પડતા મૂકવાની છે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતમાં ભાજપ 53 ધારાસભ્યોને ફરી ટિકીટ નહીં આપે, હાઈકમાન્ડને મોકલાઈ યાદી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.