ભેળસેળ કરનાર અમદાવાદનાં બે વેપારીઓને 6 મહિનાની સજા, જાણો મરચા અને ઘીમાં શેની કરતા હતા ભેળસેળ
કોર્પોરેશનના હેલ્થ વિભાગે 21 જૂન 2008ના રોજ ભીડભંજન બાપુનગર ખાતે આવેલ પ્રવીણ ડેરી ફાર્મમાંથી ઘીનું સેમ્પલ લીધુ હતુ. જેની લેબમાં ચકાસણી કરતા તેમાં તલના તેલની હાજરી મળી આવી હતી. જેથી ડેરીના માલિક અનિલ શંકરભાઇ પટેલ સામે કેસ કરવામાં આવ્યો હતો. જ્યારે 21 સપ્ટે.2007ના રોજ કાલુપુરના ત્રિકમદાસ બ્રધર્સ સ્ટોરમાંથી મરચાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેની લેબમાં ચકાસણી કરતા તેમાં ભેજ અને કચરાનું પ્રમાણ મળી આવ્યું હતું. ઉપરાંત નોન પરમિટેડ કલરની હાજરી પણ મળી આવી હતી. ત્યારે બન્ને કેસમાં કોર્પોરેશન તરફે સ્પે. એડવોકેટ મનોજ ખંધારે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે, ભેળસેળ યુક્ત ઘી ખાવાથી પેટના અસાધ્ય રોગ થવાનો ખતરો છે, જ્યારે ભેળસેળીયું મરચું ખાવાથી અલસરથી લઇ કેન્સર સુધીના રોગ થવાની શક્યતાઓ નકારી શકાય નહીં. ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા લોકો પર લગામ લગાવી શકાય તે માટે સજા થવી જ જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ મરચામાં કચરો અને ઘીની અંદર તલના તેલની ભેળસેળ કરનાર બે વેપારીઓને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.એમ.કાનાબારે 6 મહિનાની સજા અને દસ હજાર દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, ભેળસેળ યુક્ત પદાર્થને લીધે રોગ થવાનો ખતરો છે અને આરોપીઓ સામે કેસ પુરવાર થાય તેટલા પુરાવા છે ત્યારે દયા ન દાખવી શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -