રાહુલે ગુજરાતના 68 નેતાને AICCમાં નિમ્યા, અલ્પેશ ઠાકોર સહિત કોનો કોનો સમાવેશ ? જાણો વિગત

કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે કરાયેલી જાહેરાત પ્રમાણે 68 સભ્યોનો ઓલ ઈંડિયા કૉંગ્રેસ સમિતિ (AICC)માં સમાવેશ કરાયો છે. કૉંગ્રેસની સેંટ્રલ ઈલેક્શન ઑથોરિટીએ ગુજરાતના 68 સભ્યોની યાદીને મંજૂરી આપી છે. આ 68 સભ્યોમાં સમાવેશ,રાજ્યસભાના સાંસદો, પૂર્વ સાંસદ અને કૉંગ્રેસના હોદ્દેદારોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી AICCના ડેલિગેટ્સની યાદીમાં અહમદ પટેલ, મધુસૂદન મિસ્ત્રી એ બે રાજ્યસભાના સભ્યો ઉપરાંત ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી સહિતના મહત્વના હોદ્દેદારો પણ છે. આ યાદીમાં મહિલાઓને પણ પ્રતિનિધિત્વ છે અને અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ કરાયો છે. આ સંપૂર્ણ યાદી આ પ્રમાણે છે.
અમદાવાદઃ રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા એ પછી તેમણે પોતાની નવી ટીમ બનાવવા માંડી છે. રાહુલે ધીરે ધીરે સંગઠનમાં મહત્વના હોદ્દા પર નિમણૂકો કરવા માંડી છે. આ ક્રમમાં તેમણે હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના ડેલિગેટ તરીકે ગુજરાતના નેતાઓનાં નામ જાહેર કર્યાં છે.