ગુજરાત વિધાનસભામાં Live ગુંડાગર્દી: ભાજપના કયા મહિલા MLA બચી ગયા, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પોતાને બોલવા નથી દેવાતા તેવો મુદ્દો ઉપસ્થિત કરતાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો. વિક્રમ માડમે પોતાનું માઈક ખેંચી કાઢીને ઉગામ્યું હતું. આ ઉપરાંત રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ સામે માઈક ઉગામ્યું હતું.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે બનેલી એક શરમજનક ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાના કારણે વિધાનસભાના ઈતિહાસમાં કલંકિત પ્રકરણ લખાયું છે.
કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પોતાને બોલવા નથી દેવાતા તેવો મુદ્દો ઉપસ્થિત કરતાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો. વિક્રમ માડમે પોતાનું માઈક ખેંચી કાઢીને ઉગામ્યું હતું. આ ઉપરાંત રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ સામે માઈક ઉગામ્યું હતું.
જોકે ભાજપના મહિલા ધારાસભ્ય નીમાબેન આચાર્ય બચી ગયા હતાં. વિક્રમ માડમ બેઠકનું માઈક તોડીને ભાજપના ધારાસભ્ય પર હુમલો કરવા દોડ્યા ત્યારે ભાજપના મહિલા ધારાસભ્ય નીમાબહેન આચાર્ય નીચે બસી જતાં તેઓ બચી ગયા હતા. જો નીમાબેન આચાર્ય નીચે બેસ્યા ન હોત તો તેમને માઈક વાગ્યું હોત.
આજે પ્રશ્નોત્તરી પુરી થયા બાદ ઝીરો અવર્સમાં કોંગ્રેસના બે ધારાસભ્યો અમરીશ ડેર અને વિક્રમ માડમને અધ્યક્ષે બોલવાની તક ના આપતા અકળાઈ ઉઠ્યા હતા. તો બીજી બાજુ ભાજપના કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસના આ ધારાસભ્યો સામે કોમેન્ટ કરતા અકળાયેલા વિક્રમ માડમે પોતાની બેઠકનું માઈક તોડી ભાજપના ધારાસભ્ય પર હુમલો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -