ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના ક્યા 8 અધિકારીઓને ક્યાં મૂકવામાં આવ્યા, જાણો વિગત
દેવભૂમિ દ્વારકાના અધિક નિવાસી કલેક્ટર એચ.પી. પટેલને ખંભાળિયા ડેવલોપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. નર્મદાના એડિશનલ કલેક્ટર આર.એમ. ખાંટને વડોદરાના અધિક કલેક્ટર(ઈરિગેશન) તરીકે બદલી કરાઈ છે. જામનગરના અધિક નિવાસી કલેક્ટર આર.એમ. સરવૈયાને જામનગર અને વાડિનાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ બનાવવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ રાજ્યના ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના 8 અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં અધિક નિવાસી કલેક્ટરોથી લઈને જોઈન્ટ ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે. ઓફિસ ઓફ ધ ડિરેક્ટર ઓફ સ્કૂલ્સના જોઈન્ટ ડિરેક્ટર એચ.સી મોદીની બદલી કરીને માધ્યમિક શિક્ષણના જોઈન્ટ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.
રેરા(રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી)ના અધિક કલેક્ટર બી.જે. પટેલને રેરાના સેક્રેટરી બનાવાયા છે. મહિલા અને બાળ વિકાસના જોઈન્ટ ડિરેક્ટર અંજના પટેલને ગુજરાત વુમન ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ના જનરલ મેનેજર તરીકે બદલી કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ, લેન્ડ રેકોર્ડ કોમ્પ્યુટરાઈઝેશન અને રેવન્યૂ ડિપાર્ટમેન્ટના પ્રોજેક્ટ ઓફિસર આર.પી.પટેલને એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ(અપીલ) બનાવાયા છે.
કમિશ્નરેટ ઓફ જીયોલોજી એન્ડ માઈનિંગના એડિશનલ ડિરેક્ટર(ડેવલપમેન્ટ)ડી.એમ. સોલંકીને કમિશ્નરેટ ઓફ જીયોલોજી એન્ડ માઈનિંગની ફ્લાઈંગ સ્ક્વોડના એડિશનલ ડિરેક્ટરની જવાબદારી સોંપાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -