ભાજપના નેતા ભાનુશાળીના સેક્સકાંડમાં કોઈએ કલ્પના ન કરી હોય એવો વળાંક, જાણો
અમદાવાદઃ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી પર નોંધાયેલી બળાત્કારની ફરિયાદને લઈને જંયતિ ભાનુશાળીએ પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે મામલે આજે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન પીડિતા હાજર રહી હતી અને તેણે બળાત્કારની ફરિયાદ આગળ વધારવા ન માગતી હોવાનું સોગંધનામું રજૂ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી કોર્ટે કહ્યું હતું કે, પોલીસને વેરિફિકેશન કરવા દો. સાત ઓગસ્ટ સુધીમાં પોલીસ વેરિફિકેશન કરે કે પીડિતા પર કોઈનું દબાણ તો નથી. હવે આ અરજી પર સાતમી ઓગસ્ટે ફરીથી સુનાવણી થશે. ત્યારે હવે ભાનુશાળી સામેની ફરિયાદ રદ થાય તેવી પૂરી શક્યતા છે.
પીડિતાએ કોર્ટમાં સોગંધનામું કરીને કહ્યું છે કે, ભાનુશાળી સામેની ફરિયાદ રદ કરવામાં આવે તો તેને વાંધો નથી. તેની ઉંમર ઓછી હોય ભવિષ્યમાં અસર થાય તેમ હોય આ ફરિયાદ પાછી ખેંચવા અરજી કરી છે. કોર્ટે પીડિતાને પૂછ્યું કે, સોગંધનામું તમે તમારી મરજીથી કર્યું છે? વિચારીને કહેજો, તેવું કહેવાતા પીડિતાએ કહ્યું કે, હા, મારી મરજી અને રાજીખુશીથી સોગંધનામું કર્યું છે.
હાઈકોર્ટમાં સુરતમાં થયેલી બળાત્કારની ફરિયાદ રદ કરવા મુદ્દે થયેલી સુનાવણીમાં સમાધાનના આધાર પર ફરિયાદ રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પીડિતાનું સોગંધનામું કોર્ટના રેકોર્ડ પર મુકવામાં આવ્યું હતું. પીડિતાની હાજરીની પણ કોર્ટે નોંધ લીધી હતી અને કોર્ટે કહ્યું હતું કે, આવા કિસ્સોઓમાં વેરિફિકેશન જરૂરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -