સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, કઈ તારીખે પડી શકે છે વરસાદ, જાણો વિગત
શુક્રવારે સુરત, આણંદ, ભરૂચ અને ભાવનગરમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. બીજી તરફ અસહ્ય બાફથી લોકો કંટાળી ગયા છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. કારણ કે, મોંઘી દવા અને ખાતર સાથે વાવણી કરેલી પાક મુરઝાઈ જવાની અણી ઉપર આવી પહોંચ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતા સપ્તાહમાં આ વરસાદની ઘટ પૂરી થવા ઉપરાંત સારો વરસાદ પડશે. 6ઠ્ઠી ઓગસ્ટથી ગુજરાતમાં પુનઃ મેઘરાજાની સવારી આવી પહોંચશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે.
અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે જેને લઈ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શુક્રવારે અમદાવાદમાં હળવાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જેના કારણે ઠંક પ્રસરી હતી.
વરસાદ બંધ થતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બાફનું પ્રમાણ વધતાં ગરમીનો અહેસાસ અનુભવાઈ રહ્યો છે. પરંતુ નબળી પડેલી વરસાદી સિસ્ટમ આગામી 6ઠ્ઠી ઓગસ્ટથી ગુજરાતમાં સક્રિય થવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડતાં છેલ્લા કેટલાય સમયથી વરસાદે લાંબો વિરામ લીધો છે. જોકે શુક્રવારે સુરત, વડોદરા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -