આસારામ દુષ્કર્મ કેસ: અમદાવાદ સહિતના આસારામ આશ્રમમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત
સાબરમતી સ્થિત આસારામ આશ્રમમાં ગુરુકુલ આશ્રમમાં અભ્યાસ કરતા પતિરાઇ ભાઇઓ 11 વર્ષીય દીપેશ વાઘેલા અને 10 વર્ષીય અભિષેક વાઘેલા 3 જુલાઈ 2008ના રોજ ગુમ થયા હતા. અને 5 જુલાઇના રોજ બન્ને ભાઇઓની લાશ સાબરમતી નદીમાંથી મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆસારામ આશ્રમમાં પિતરાઈ ભાઇઓ દીપેશ વાઘેલા અને અભિષેક વાઘેલાના રહસ્યમય રીતે થયેલા મોતના કેસમાં 10 વર્ષ બાદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં પુરાવાના તબક્કા પર ચાલુ છે અને આ કેસની આગામી સુનાવણી 10 મેના રોજ હાથ ધરાશે.
આ તમામ પોલીસ કર્મચારીઓ સવારથી જ આસારામ આશ્રમ ઉપર તહેનાત રહેશે. 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મના કેસમાં આસારામ 5 વર્ષથી જેલમાં બંધ છે. જોધપુર કોર્ટ આજે આસારામનો ચુકાદો સંભાળશે. આ ચુકાદાને લઈને સવારથી સાધકો કોર્ટની બહાર આવી પહોંચ્યા હતાં.
અમદાવાદમાં મોટેરા ખાતેના આસારામના આશ્રમમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના 110 પોલીસ કર્મચારીઓ, 2 પીઆઈ અને 8 પીએસઆઈનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સપ્ટેબર 2012માં આરોપીઓ સામે આરોપનામું ઘડાતા કાનૂની કાર્યવાહી શરૂ થઇ હતી. પ્રફુલ વાઘેલાએ લોકલ પોલીસે યોગ્ય તપાસ કરી ન હોવાથી સીબીઆઇ તપાસની માંગ કરતી અરજી કરી હતી. જે અરજી ચીફ મેટ્રો કોર્ટે 5 ઓગસ્ટ 2014ના રોજ નામંજૂર કરી હતી.
અમદાવાદ: આસારામના જોધપુરના દુષ્કર્મ કેસનો આજે ચુકાદો આવવાનો છે. ચુકાદાને લઈને સાધકો કોઇ હિંસક ઘટનાને અંજામ ન આપે તેની તકેદારીના ભાગ રૂપે ગુજરાતમાં આવેલા આસારામના 29 આશ્રમો ઉપર આજે સવારથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જોધપુરમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોધપુરમાં એન્ટર થવાના તમામ રોડ પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -