અમદાવાદઃ કોલેજીયન યુવતીને ફોટા બતાવી યુવક સંબંધ રાખવા કરતો દબાણ, જાણો શું આવ્યો વળાંક?
અમદાવાદઃ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને સાથે અભ્યાસ કરતાં યુવકે પરાણે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ મહિલા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે યુવતીની ફરિયાદને આધારે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાવ્યા પરીક્ષા પૂરી થતાં માતા-પિતા સાથે ઘરે પરત ફરી રહી હતી, ત્યારે ઇદગાહબ્રિજ પર સુમિતે તેમને રોક્યા હતા. એટલું જ કાવ્યાના ફ્રેન્ડને ગાળો બોલી, ધમકાવી ત્યાં ભાગી ગયો હતો. આ પછી કાવ્યાએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં માનસિક હેરાનગતિની ફરિયાદ કરતાં સુમિતની ધરપકડ કરવામાં આવી છે.
સુમિતની હેરાનગતિ વધતાં કાવ્યાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી આપી હતી. આ સમયે સુમિતે ફરીથી હેરાન નહીં કરે તેવી બાંયધરી આપી હતી. પરંતુ સુમિત ફરીથી તેને હેરાન કરવા લાગ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, શાહીબાગમાં રહેતી અને શિવરંજનીબ્રિજ પાસે આવેલા લોકમાન્ય કોલેજમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી કાવ્યા(નામ બદલ્યું છે) બે વર્ષ પહેલા શાહીબાગ ખાતે એક ટ્યૂશન ક્લાસમાં જતી હતી. અહીં સુમિત રાજપૂત સાથે મિત્રતા થઈ હતી. દરમિયાન સુમિતે કાવ્યા પાસે પ્રેમનો એકરાર કર્યો હતો અને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.
થોડા દિવસ પછી સુમિતે ફરીથી કાવ્યા પાસે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો અને પ્રેમસંબંધ બાંધવાની વાત કરવા લાગ્યો હતો. જોકે, કાવ્યાએ ઇનકાર કરી દીધો હતો. દરમિયાન કાવ્યાને સુમિતે રસ્તા પર જ રોકી હતી અને સાથે પડાવેલો ફોટો સમાજમાં બતાવી બદનામ કરવાની ધમકી આપી પ્રેમસંબંધ રાખવા દબાણ કર્યું હતું.
જોકે, આ સમયે કાવ્યાએ સુમિતને તે તેને ખાલી મિત્ર માનતી હોવાનું જણાવ્યું હતું. કાવ્યાએ આપણે સારા મિત્રો રહીશું તેમ કહ્યું હતું. આ વાત સુમિતે માની લીધી હતી. આ પછી સુમિત કાવ્યાને ફરવા માટે પણ લઈ ગયો હતો. સુમિત અને કાવ્યા ફરવા ગયા ત્યારે તેમણે ફોટા પણ પાડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -