અમદાવાદ: આરોપીઓને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર આઠ રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપીની અટકાયત
નીલકંઠ રેસીડેન્સી માં આરોપીઓ છુપાયા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ તેમને પકડવા ગઈ હતી. ત્યારે ચાર આરોપીઓએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. સૂત્ર અનુસાર આ ચાર આરોપીઓમાંથી બે આરોપીની પોલીસે અટકાયત કરી લીધી છે.
ક્રાઈમ બ્રાંચે પ્રકાશ નામના એક આરોપીની અટકાયત કરી છે. જ્યારે અન્ય આરોપીઓ અલગ અલગ ત્રણ કારમાં થઈ ફરાર થઇ ગયા છે. ક્રાઈમ બ્રાંચની ટીમે નાકાબંધી કરીને ફરાર આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે.
અમદાવાદ: કઠવાડા રોડ પર આવેલ નીલકંઠ રેસીડેન્સી નજીક ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર લૂંટારૂ ગેંગે ફાયરિંગ કર્યું હતું. લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીઓને પકડવા ગયેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ચાર આરોપીઓએ આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બનાસકાંઠાની દિનેશ ગોસ્વામીની ગેંગને પકડવા માટે ક્રાઈમ બ્રાંચ વોચમાં હતી, ત્યારે હથિયાર સાથે સજ્જ લૂંટારૂ ટોળકીએ ક્રાઈમ બ્રાંચની ટીમ પર ફાયરિંગ કર્યુ હતું.