અમદાવાદઃ ઘરમાં ઘૂસીને યુવકે યુવતી પર ફેંક્યો એસિડ, જાણો શું હતું કારણ?
આ અંગેની વિગત એવી છે કે વાડજ સ્થિત ગાંધીનગર ટેકરાની લીલા માતાની ચાલીમાં 21 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે અને દવાખાનામાં નોકરી કરે છે. ગઈ કાલે રાતે પ્રિયા અને તેનો પરિવાર ઘરમાં સૂતો હતો, ત્યારે પાડોશમાં વિનોદ નાગપાલ મહારાજ (શ્રીમાળી)એ પ્રિયાના ઘરે આવી ગાળાગાળી કરી હતી. તેમજ દરવાજાને લાતો મારવા લાગ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆથી પ્રિયાના કોઈ પરિવારજને દરવાજો ખોલતાં વિનોદે પ્રિયા અને તેના પરિવારજનો પર એસિડ છાંટી દીધો હતો. જેને કારણે તેમને બળતરા થવા લાગી હતી. જેથી બૂમાબૂમ થતાં ચાલીના લોકો ભેગા થઈ ગયા હતા. બીજી તરફ વિનોદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
એસિડ ફેંકાતા યુવતી અને તેના પરિવારને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સદ્નસીબે પરિવાર પર વધુ એસિડ ન ઊડતાં તેમને સામાન્ય ઈજાઓ થઇ હતી. પરિવારનો આક્ષેપ છે કે, વિનોદ દારૂ અને જુગારની લતવાળો હોઈ અવારનવાર ઘર પાસેથી પસાર થતી વખતે પ્રિયાને ગંદા ઈશારા અને ચેનચાળા કરતો હતો. સ્નેહાની માતાએ આ બાબતે વિનોદને ઠપકો પણ આપ્યો હતો.
અમદાવાદ: શહેરના જૂના વાડજ વિસ્તારમાં ગાંધીનગર ટેકરા ખાતે રહેતી યુવતી પર પાડોશમાં જ રહેતા યુવકે એસિડ ફેંકતા ચકચાર મચી ગઈ છે. યુવકે એસિડ ફેંકતા યુવતી અને તેના પરિવારજનોને સામાન્ય ઇજા પહોંચી છે. હાલ યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વાડજ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવાની તજવીજ હાથ ધરી છે.
શંકા છે કે, આ વાતનું મનદુઃખ રાખી ગઈ કાલે રાતે વિનોદે પ્રિયા પર એસિડ છાંટી દીદો હતો. જ્યારે પરિવારજનોનો આક્ષેપ છે કે, દીકરી પર એસિડ અંગત અદાવત રાખીને વિનોદે નાંખ્યું છે. જેને લઈને વાડજ પોલીસે આરોપી વિનોદની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -