અદાણીએ આપ્યો ઝટકો, ઔદ્યોગિક PNG, CNGના ભાવમાં કર્યો વધારો
અમદાવાદમાં રોજનું અંદાજે ત્રણ લાખ કિલો સીએનજીનું વેચાણ થાય છે. સીએનજીના ભાવ વધારાથી અમદાવાદના 1.5 લાખ રિક્ષાચાલકો સહિત રાજ્યના કુલ 6 લાખ રિક્ષાચાલકો પર લાખો રૂપિયાનો બોજ પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએનજી વપરાશકર્તાના કહેવા મુજબ કંપની દ્વારા છેલ્લા એક મહિનામાં અદાણી એનર્જીએ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ ભાવમાં આશરે 6 રૂપિયાનો વધારો કર્યો છે. સીએનજીના ભાવ 45.95 રૂપિયાથી વધીને 47.80 રૂપિયા પર પહોંચી ગયો છે.
ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લેવાતા ગેસના ભાવમાં કરવામાં આવેલા વધારાની અસર સ્પર્ધાત્મકતા પર પડશે. ઉપરાંત ખર્ચ વધવાના કારણે નફા પર પણ અસર જોવા મળશે.
અમદાવાદઃ અદાણી એનર્જી દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા પાઇપ્ડ નેચરલ ગેસ-પીએનજીના અને વાહનો ચલાવવા માચે ઉપયોગમાં લેવાતા સીએનજીના ભાવમાં વધારો કરી દીધો છે. કંપની દ્વારા સીએનજીના ભાવમાં 1.85 અને પીએનજીના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરના ભાવમાં યુનિટ દીઠ 3.60નો વધારો ઝિંકવામાં આવ્યો છે. ભાવ વધારો તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -