અમદાવાદમાં બુટલેગરનો દારૂ સંતાડવાનો નવો આઈડિયા: કેવી રીતે કરતાં દારૂની હેરાફેરી? તસવીરો જોઈને ચોંકી જશો
હાલમાં પોલીસે દારૂ અને બે લોડિંગ રિક્ષા મળીને કુલ રૂ. 4.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે આદિત બંગ્લોઝના બંગલા નંબર-1માં દરોડો પાડીને બે લોડિંગ રિક્ષાના ગુપ્ત ખાનામાં છુપાવી રાખેલી દારૂની 214 બોટલ કબજે કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દારૂના ધંધાનો મુખ્ય બુટલેગર પોલીસને જોઈને બંગલાના કેમ્પસમાંથી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. આ બુટલેગરો લોડિંગ રિક્ષામાં બનાવેલા ગુપ્ત ખાનામાં રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવીને બંગલામાં છુપાવી રાખી નાનાં વાહનો મારફતે વેચતાં હોવાની કબૂલાત કરી હતી.
અમદાવાદ: મેમનગરમાં આવેલી કોર્પોરેશનની ઓફિસની બાજુમાં આવેલા આદિત બંગ્લોઝના એક બંગલામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પાર્ક કરેલી બે લોડિંગ રિક્ષામાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી પોલીસે દારૂની 214 બોટલો સાથે 3ની ધરપકડ કરી હતી. બુટલેગરનો આ નવો આઈડિયા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લોકોના ટોળાં વળ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -