આશા પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસમાં અસંતોષ, પ્રદેશ નેતાઓને દિલ્હીનું તેડું
અમદાવાદ: ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપી દીધા બાદ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. કોંગ્રેસમાં ચાલી રહેલા અંસતોષ વચ્ચે પ્રદેશ નેતાઓને દિલ્હીનું તેડુ આવ્યું છે. આગામી દિવસોમાં વધુ નુકશાન ન થાય તે માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. આશા પટેલના રાજીનામાં બાદની સ્થિતિને લઈને હાઈકમાન્ડ એક્શનમાં મોડમાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખયની છે કે થોડા દિવસ પહેલા ઉંઝાના ધારસભ્ય આશા પટેલે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું ત્યાર બાદ કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. આશા પટેલે કોંગ્રેસ પર આક્ષેપો પણ કર્યા હતાં.
આશા પટેલના રાજીનામા મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી કીર્તિસિંહ ઝાલા ઉપર ઠીકરું ફોડાયું છે. કીર્તિસિંહ ઝાલા મહેસાણા કોંગ્રેસના અગ્રણી સાથે દિલ્હી રજુઆત માટે જશે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય અગ્રણીઓ સાથે દિલ્હી જશે. લાલજી દેસાઈના માધ્યમથી રાહુલ ગાંધીને મળશે. આશા પટેલના આક્ષેપ સામે રાહુલ ગાંધીને વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપવા માટે તમામ નેતાઓ દિલ્હી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -