નોટ રદ્દ કર્યા બાદ સરકાર વધુ એક મહત્વના દસ્તાવેજમાં કરશે ફેરફાર, જાણો
નવી યોજના પ્રમાણએ ઓળખપત્ર અને સ્કેન કરેલા ડોક્યુમેન્ટ ઓનલાઇન સાઇટ પર સબમિટ થશે. પાસપોર્ટ ધારકોને કહેવામાં આવશે કે, તેઓ આધાર કાર્ડ સાથે પણ લિન્કઅપ કરે. આ ઘટનાક્મથી તાજેતરમાં ફિગર-પ્રિંટ અને રેટિના સ્કેન કરીને પાસપોર્ટ કઢાવનારાઓને તકલીફ નહિ પડે એવી સરકારની ગણતરી છે. પાસપોર્ટમાં રહેલી માઇક્રો ચીપના કરણે તેમાંની તમામ મહિતી કોમ્પ્યુટરમાં દેખાશે ડુપ્લીકેટ પાસપોર્ટ સાથે પકડાયેલા માટે કેંદ્ર સરકર મૂબ જ કતડક સજા મળે તેવી પ્રક્રિયા હાથ ધરવાની તૈયારીમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકાર પાસપોર્ટ ઓફિસના સોફ્ટવેરમાં કેટલાક બદલાવ કરવા જઇ રહી છે. આ પરિવર્તન બાદ અરજદારો પોતાના પારપોર્ટ બનાવતી વખતે ઓનલાઇન અરજીમાં ઓળખપત્રના નંબર લખી શકશે. આ ઉપરાંત આ દસ્તાવેજોને સ્કેન કરી ઓળખપત્રોને અરજી સાથે અટેચ કરી સબમીટ કરી શકાશે.
પાસપોર્ટ બનાવતી વખતે પાસપોર્ટ ધારકોને જે સમસ્યા નડે છે. તેને ધ્યનામાં રાખીને કેંદ્ર સરકારે એક લીસ્ટ તૈયાર કર્યું છે. તે પ્રમાણેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કામગીરી ફેબ્રુઆરી માસ સુધીમાં પૂર્ણ થઇ જશે. ત્યાર બાદ માઇક્રો ચીપવાળા ઇ-પાસપોર્ટ આપશે. અને તેના કારણે પાસપોર્ટને લઇને થતી ફરિયાદો અટકી જશે.
અમદાવાદઃ કેંદ્ર સરકારે મોટી નોટ રદ્દ કરવાના ઐતિહાસિક નિર્ણય બાદ વધુ એક મહત્વના દસ્તાવેજમાં ફેરફાર કરવાનું નક્કી કર્યુ છે. મોદી સરકાર આગામી ફેબ્રુઆરી બાદ પાસપોર્ટના કેટલાક નિયમોમાં ફેરફાર કરશે. નવા નિમય સાથે પાસપોર્ટ ધારકોને માઇક્રો ચીપવાળા પાસપોર્ટ આપવામાં આવશે. જેનાથી ડૂપ્લીકેટ પાસપોર્ટ તેમજ અન્ય ગુનાખોરી પર કાબૂ મેળવી શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -