ગુજરાતના મલ્ટીપ્લેક્ષ થિયેટરોમાં ‘પદ્માવત’ફિલ્મ નહીં થાય રીલિઝ, જાણો કારણ
ગુજરાત મલ્ટીપ્લેક્સ અસોસિયેશનના ડિરેક્ટર રાકેશ પટેલે શનિવારે જાહેરાત કરી હતી કે, રાજ્યના મલ્ટીપ્લેક્સ સંચાલકોએ ગુજરાતમાં ફિલ્મ પદ્માવતને ન બતાવવાનો નિર્ણય કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: દેશભરમાં ફિલ્મ ‘પદ્માવત’ને લઈને થયેલા વિવાદ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તેના પર લગાવાયેલા પ્રતિબંધને હટાવી દેવાયા બાદ ગુજરાતમાં આ ફિલ્મને રિલીઝ કરવા પર મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં મલ્ટીપ્લેક્સ સંચાલકોએ રાજ્યના થિયેટર્સમાં ફિલ્મ પદ્માવત રિલીઝ ન કરવાની જાહેરાત કરી છે જોકે સાંજે મળનારી બેઠક બાદ સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
કરણી સેના અને અનેક રાજપૂત સંગઠન પદ્માવત ફિલ્મને સમગ્ર દેશમાં પ્રતિબંધિત કરવાની માગ કરી રહ્યા છે અને સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશીને પણ રાજસ્થાન આવવાને લઈને ધમકાવી ચૂક્યા છે.
ફિલ્મને લઈને લોકોમાં આક્રોશનો માહોલ છે. અમારામાંથી કોઈ નુકશાન સહન કરવા ઈચ્છતું નથી. મલ્ટીપ્લેક્સ અસોસિએશનના આ એલાન બાદ એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતમાં ફિલ્મ પદ્માવત રિલીઝ થાય તો પણ તે માત્ર સિંગલ સ્ક્રીન થિએટરમાં જ દર્શાવાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -