અમદાવાદ રથયાત્રા: ભગવાન જગન્નાથની રથયાત્રા થોડીવારમાં નીજ મંદિર પહોંચશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેમ દરવાજા વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ ભગવાન જગન્નાથનું સ્વાગત કર્યું હતું.
અમદાવાદ: જમાલપુરથી ભગવાન જગન્નાથની આજે 141 મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા છે. ભગનવાન જગન્નાથની રથયાત્રા વાજતે ગાજતે નગરચર્યાએ નીકળી છે. ભગવાન જગન્નાથના સરસપુરમાં મોસાળમાં ભાણેજના વધામણા માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. મોસાળમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મામેરાંમાં મોસાળવાસીઓ મનમૂકીને નાચ્યા હતા.
સરસપુરમાં મારેરું ભરાયા બાદ હવે ત્રણ ત્રથ નિજ મંદિર જવા રવાના થઇ ગયા છે. ‘જય રણછોડ માખણચોર’ના નાદ વચ્ચે રથયાત્રા કાલુપુર પહોંચી હતી. ભક્તોને દર્શન આપવા ભગવાન જગન્નાથની રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી છે. જગતના નાથના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી છે.
રથયાત્રા સવારે 7 વાગ્યે જગન્નાથજીના મંદિરથી શરૂ થઈ જમાલપુર દરવાજા, ખમાસા ચોકી, રાયપુર ચાર રસ્તા, કાલુપુર સર્કલ, સરસપુર 12 વાગ્યે પહોંચશે, થોડા વિશ્રામ બાદ 1.30 કલાકે પરત માર્ગ ઉપર પ્રેમ દરવાજા, દરિયાપુર, જોર્ડન રોડ, દિલ્લી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર અડ્ડા, આર.સી. હાઈસ્કુલથી દિલ્લી ચકલા પરત આવી ઘી કાંટા ચાર રસ્તાથી પાનકોર નાકા અને ખમાસા થઈ રાત્રે 8.30 કલાકે પરત જગન્નાથ મંદિર પહોંચશે.
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી પ્રથમ વખત જ આ રથયાત્રામાં સાડા નવ કિલો સોનાના મુગટ પહેરીને નીકળશે. ભગવાનના અલંકારો ખાસ બનારસમાં તૈયાર કરવામાં આવ્યા છે. જગન્નાથજી લાલ રંગના વસ્ત્રોમાં દર્શન આપવામાં આવશે. ભગવાન માટેનો સાડા નવ કિલોનો મુગટ વિદેશમાં રહેતા રમેશ પટેલ નામના એક ભક્તે આપ્યો છે. આ ભક્તે વિદેશમાં હતા ત્યારે જ ભગવાનને સોનાનું દાન કરવાનો સંકલ્પ લીધો હતો.
ઈઝરાયેલથી લાવવામાં આવેલા હિલિયમ બલૂન ઉપરાંત 193 કેમેરાથી નજર રાખવામાં આવશે. બીઆરટીએસના 5 રૂટ બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે ત્રણ રૂટમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. એએમટીએસના 55 રૂટ ડાયવર્ટ કરાયા છે. જ્યારે 24 રૂટ ટૂંકાવાયા છે. રથયાત્રામાં 17 હાથી, 101 ટ્રક જોડાશે. ટ્રકો મોડી પડતી હોવાથી રથયાત્રા પણ મોડી પડતી હોવાનું ધ્યાનમાં રાખી આ વખતે વહેલી આવનારી પ્રથમ 30 ટ્રકને 3 લાખનું ઈનામ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ મગ, કેરી, જાંબુ, દાડમનો પ્રસાદ મોકલ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સવારે સાત વાગ્યે પહિંદવિધિ બાદ તેઓએ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળા આરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -