અમદાવાદના ક્યા બિલ્ડરનો ચેક રીટર્ન થતાં થઈ બે વર્ષની સજા ને 1.6 કરોડનો દંડ, જાણો વિગત

વકીલ તુષાર બસલાણીએ ફરિયાદી વતી કરેલી દલીલ, રજૂઆત ધ્યાનમાં રાખીને અદાલતે વિનોદ ઠાકરને 2-2 વર્ષની સજા, 1-1 લાખનો દંડ અને ચેકની રકમના રૂપિયા 1 કરોડ 3 લાખનો દંડની તથા દંડ ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો હતો.
કંપનીએ ફરિયાદીને 34-34 લાખના બે અને 35 લાખનો એક ચેક આપ્યો હતો. ચેક બેંકમાંથી રિર્ટન થતાં મહેશભાઇ પટેલે સ્થાનિક કોર્ટમાં ચેક રિટર્નની 3 અલગ-અલગ ફરિયાદ નોંધાવી હતી.
બાનાખત કરાર મુજબ ઉપરોક્ત જમીન ઇન્ડિયા ગ્રીન રિયાલિટી પ્રોજેક્ટ લી.કંપનીએ પોતાના ખર્ચે બિન ખેતી કરાવી પ્લોટ મંજૂર કરાવી આપ્યા હતા બાદમાં દસ્તાવેજ કરવાનો હતો. જોકે કંપનીએ જમીન બિનખેતી કરાવી હતી.
જેથી 2011માં થયેલું બાનાખત રદ કરવું તેમજ ફરિયાદીએ ઇન્ડિયા ગ્રીન રિયાલિટીમાં બે વર્ષ સુધી રોકાણ કરેલા રૂપિયા 69 લાખ ઉપર વ્યાજ, જમીનના ભાવમાં થયેલા ફેરફારની ગણતરી કરી રૂપિયા 1 કરોડ 3 લાખ પરત કરવા અને સાટાખત રદ કરવાનો નોટરી રજિસ્ટર્ડ કરાર કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં પટેલ ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢીના પ્રોપરાઈટર મહેશભાઇ જેરાજભાઇ પટેલે 2011માં સાણંદ તાલુકાના ઝાંપ ગામમાં ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ ફેઝ-1માં 4,500 ચોરસવાર જમીનના પ્લોટનો 99 લાખમાં સોદો કર્યો હતો. બાનાખત પેટે રૂપિયા 69 લાખ રોકડા ચૂકવી તેના કરાર કરવામાં આવ્યા હતા.
રાજકોટ: અમદાવાદના બિલ્ડર ગ્રૂપ ઇન્ડિયા ગ્રીન રિયાલિટી પ્રા.લિમિટેડના ડાયરેક્ટર વિનોદ મહાસુખભાઇ ઠાકરને ચેક રિટર્નના અલગ-અલગ ત્રણ કેસોમાં અદાલતે દોષિત ઠેરવીને 2-2 વર્ષની સજા ફટકારી હતી તેમજ કુલ રૂપિયા 1 કરોડ 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.