અ'વાદમાં નવ સ્પા પર પોલીસના એકસાથે દરોડા, 29 વિદેશી યુવતીઓ ઝડપાઇ
પોલીસે સેટેલાઈટ, પ્રહલાદનગર ગાર્ડન, સોલા સાયન્સ સીટી રોડ અને નવરંગપુરા સીજી રોડ ઉપર ગેર કાયદેસર રીતે ચાલતા થાઈ મસાજ સ્પા પર રેડ મારી હતી. પોલીસે આ મામલે પ્રાઈમ ટાઈમ સ્પાના માલિક મુકેશ મીણાની પણ ધરપકડ કરી હતી.
મળતી વિગતો અનુસાર, પોલીસની રેહમ નજર હેઠળ અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્પાનો ધંધો ફૂલ્યો ફાલ્યો હતો. પરંતુ શનિવારે એક સાથે પશ્ચિમ અમદાવાદના સ્પા સેન્ટરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં પાંચ સ્પામાંથી 29 જેટલી વિદેશી યુવતીઓ જ્યારે અન્ય ચાર સ્પામાંથી પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની અન્ય 20 જેટલી યુવતીઓ મળીને કુલ 50 યુવતીઓ પકડાઇ હતી.
સ્પા સેન્ટરોમાંથી પકડાયેલી યુવતીઓ તેમજ સ્પાના સંચાલકો - મેનેજરો સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી આગળની તપાસ એસીપી અર્પિતા પટેલને સોંપવામાં આવી છે.
પોલીસના કહેવા પ્રમાણે, સ્પા સેન્ટરો ઉપર દરોડા પાડવા માટે 6 ટીમો બનાવવામાં આવી હતી. જેમાં મોટા ભાગની મહિલા પોલીસને સમાવવામાં આવી હતી. જ્યારે સેટેલાઈટ, આનંદનગર, નવરંગપુરા અને સોલા પોલીસને આ દરોડામાંથી બાકાત રખાઈ હતી.
અમદાવાદઃ શહેરમાં ચાલતા નવ સ્પા સેન્ટરો પર એક સાથે પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડામાં પાંચ સ્પામાં વર્ક પરમીટ વિના નોકરી કરતી 29 વિદેશી યુવતીઓ પકડાઇ હતી જેમાં થાઇલેન્ડની 28, રશિયાની એક યુવતીનો સમાવેશ થાય છે.