મોદીને 'ખિસ્સાકાતરૂ' ને 'માસીબા' કહેનારા વરૂણ પટેલને ભાજપે પ્રદેશ કક્ષાએ આપ્યો ક્યો મોટો હોદ્દો?
હાલ ભાજપે વરૂણ પટેલને પ્રદેશ પ્રવક્તા તરીકે નિમણૂંક કરી છે. આ ભાજપનો માસ્ટરસ્ટ્રોલ છે કે પછી વરૂણ પટેલને લોલીપોપ એ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોના આધારે જ ખબર પડશે. વરૂણ પટેલ અને રેશમા પટેલ સિવાય પાસના બીજા અનેક કન્વીનરો ભાજપમાં જોડાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરૂણ પટેલને ટિકિટના બદલે ભાજપના પ્રદેશ પ્રવક્તા તરીકેની નિમણૂંક કરવામાં આવી છે. વરૂણ પટેલ પાસમાંથી આવીને ભાજપમાં જોડાયા તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના ચાણક્ય ગણાંતા અમિત શાહની તેમના દરેક ભાષામાં મજાક ઉડાવી ચૂક્યા છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા રહેલા અને હાલમાં ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા વરુણ પટેલની ભાજપે પ્રદેશ પ્રવક્તા તરીકે નિમણુક કરી છે.
કારણ કે વરૂણ અને રેશમા વિધાનસભાની ચૂંટણીને લઇને ટિકિટ મળવાની આશાએ ભાજપમાં જોડાયા હતા. ભાજપે અત્યાર સુધી જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની યાદીમાં પાસમાંથી આવેલ વરુણ પટેલ અને રેશમા પટેલનું નામ ક્યાંય આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલનમાં સક્રીય ભૂમિકા ભજવનારા રેશમા પટેલ અને વરુણ પટેલ હાર્દિક પટેલનો સાથ છોડીને ભાજપમાં જોડાઇ ગયા હતા. પ્રવક્તા બનાવીને વરુણ પટેલને ભાજપે લોલીપોપ આપી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
વરુણ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ટિકિટ મળવાની આશાએ ભાજપમાં જોડાયા હોવાનું માનવામાં આવી રહ્યુ હતુ પરંતુ ભાજપે તેમને ટિકિટના બદલે પ્રવક્તા બનાવી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -