13860 કરોડનું ડિસ્ક્લોઝરઃ મહેશ શાહે આપ્યાં નામ, જાણો કોના વતી જાહેર કરેલા બ્લેક મની?
સીએ શેઠનાએ કહ્યુ છે કે, મહેશ શાહ લોકો સાથે ડીલ કરતા હતા તેઓના નાણાને પોતાના નાણા તરીકે ખપાવવા તેઓ સંમત થયા હતા. તેમણે કહ્યુ હતુ કે અમારી સામેના આરોપોમાં કોઇ આધાર નથી. સીએ તરીકે મે જવાબદારીપુર્વક કામકાજ કર્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇટી વિભાગ એ બાબતે મૌન છે કે મહેશ શાહે કોઇ નામ જાહેર કર્યા છે કે નહી ? આઇટી વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમે તેમની વિરુદ્ધ કોઇ પગલા લેવાના નથી. ઇન્ડિયન પીનલ કોડ કે આઇટી એકટ હેઠળ તેમની સામે કોઇ જ કાર્યવાહી નહી થાય.
વધુમાં શેઠનાએ જણાવ્યું કે, મહેશ શાહે તે પાવરફૂલ લોકોના નામ આપી દીધા છે પરંતુ તે લોકો મોટા માથા હોવાના કારણે તેમની વિરુદ્ધ આઇટી વિભાગ કોઇ કાર્યવાહી કરશે નહીં. એટલુ જ નહી આઇટી વિભાગ પણ મહેશ શાહ સામે કોઇ પગલા લેશે નહીં.
એક ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં શેઠનાએ જણાવ્યું કે, મહેશ શાહે ઇન્કમટેક્સના અધિકારીઓને પોતે જાહેર કરેલી આવક ક્યા મોટા માથાઓની છે તેઓના નામ જાહેર કરી લીધા પરંતુ ઇન્કમટેક્સ ક્યારેય શક્તિશાળી લોકોના નામ જાહેર કરશે નહીં.
અમદાવાદઃ ગયા વર્ષે ઇન્કમટેક્સ ડિસ્કલોઝર સ્કીમ હેઠળ 13860 કરોડ રૂપિયાની આવક જાહેર કરી ચર્ચામાં આવેલા અમદાવાદના પ્રોપર્ટી ડિલર મહેશ શાહના પૂર્વ સીએ તેહમુલ શેઠનાએ તાજેતરમાં જ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -