✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ ગુમ થયેલો દીકરો દીકરી બનીને પાછો આવ્યો, કારણ જાણીને માં-બાપને લાગી ગયો જિંદગીનો સૌથી મોટો આઘાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Mar 2017 10:20 AM (IST)
1

અમદાવાદઃ શહેરમાં ગુમ થયેલો પુત્ર પુત્રી બનીને ઘરે આવવાનો એક અનોખા કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે. આ ઘટનાથી પરિવાર પણ સ્તબ્ધ બની ગયો છે. છેલ્લા એક સપ્તાહથી એક પરિવારનો સૌથી નાનો પુત્ર શ્યામ (નામ બદલાવેલ છે) ગુમ થઈ ગયો હતો. જોકે બાદમાં તે સેક્સ ચેન્જ કરાવીને ઘરે પાછો ફર્યો હતો.

2

સુત્રો જણાવે છે કે, શ્યામ લાંબા સમયથી ઓપરેશનની તૈયાર કરતો હતો. તેણે ઓપરેશનના દોઢ વર્ષ પહેલા હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી લીધી હતી. પોલીસે રપ વર્ષના શ્યામને હવે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તે પોતાના પરિવાર સાથે વાત કરે પરંતુ તે કોઇને મળતો નથી. તેણે આ ઓપરેશન પોતાના બોયફ્રેન્ડ માટે કરાવ્યુ હોવાનુ કહેવાય છે. પોલીસે શ્યામની ઓળખ જાહેર કરી નથી.

3

માધવપુરાના એએસઆઇ એન.મન્નતએ જણાવ્યુ છે કે, પરિવારે શ્યામના ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. અમે તેનો ફોન ટ્રેસ કર્યો તો તેનુ નવરંગપુરામાં લોકેશન મળ્યુ હતુ. પોલીસે જોયુ કે એક ખાનગી હોસ્પિટલ બહાર શ્યામની બાઇક હતી. શ્યામ એ હોસ્પિટલમાં સેકસ ચેન્જ ઓપરેશન કરાવવા ગયો હતો. તેણે નિવેદન આપ્યુ છે કે મેં મારી મરજીથી આવુ કર્યુ છે. અમે પરિવારને જાણ કરી કેસ બંધ કર્યો છે.

4

શ્યામ એટલા માટે ઘરેથી ગાયબ થઇ ગયો હતો કે તેને સેકસ ચેન્જ કરાવવુ હતુ. આ બાબતની જાણ થતા તેના માતા-પિતા અને બહેન સ્તબ્ધ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શ્યામે ગ્રેજયુએશન કર્યા બાદ ફેમીલી બીઝનેસમાં સામેલ થવાનુ મન બનાવ્યુ પરંતુ થોડા વર્ષો પહેલા તેને એવો અહેસાસ થયો કે તે પુરૂષ છે પરંતુ અંદરથી સ્ત્રી છે. પરિવારને સેકસ ચેન્જ કરાવવાનુ ઓપરેશન કરાવવા જણાવ્યું પરંતુ પરિવારે તેની ના પાડી દીધી હતી.

5

મળતી માહિતી અનુસાર માધવપુરા વિસ્તારમાં સોનીનું કામ કરતા પરિવારના ઘરે સૌથી નોના પુત્ર શ્યામ પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાંથી ગુમ થઈ ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. એક સપ્તાહ બાદ પરિવારના ઘરે ફોનની ઘંટડી વાગી તો સૌ ખુશીથી ઝુમી ઉઠ્યા પરંતુ પરંતુ પુત્ર પાછો ફર્યો ત્યારે તે સેક્સ ચેન્જ કરાવીને પુત્રી બનીને આવ્યો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ ગુમ થયેલો દીકરો દીકરી બનીને પાછો આવ્યો, કારણ જાણીને માં-બાપને લાગી ગયો જિંદગીનો સૌથી મોટો આઘાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.