✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ સગીરાને જાહેરમાં નગ્ન કરીને કરાઈ અશ્લીલ હરકતો, ગુપ્તાંગમાં પહોંચાડાઈ ઈજા, એક પરિવારના 4ની ધરપકડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Mar 2017 04:38 PM (IST)
1

આ તમામ દ્વારા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરવામાં આવતાં પોલીસે ગઇ કાલે ફિરોઝખાન પઠાણ, અશરફ, શાહબાઝ અને મહેજબીન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરી છે. સગીરાએ પોતાની આપવિતી વિડીયોમાં વર્ણવી તેના કારણે આ મામલે લોકોમાં રોષ વ્યાપ્યો હતો.

2

સગીરા સાથે બનેલી હીચકારી ઘટનામાં ફરિયાદ નોંધાવાઈ હતી પણ વટવા પોલીસે આરોપીઓ વિરુદ્ધ અટકાયતી પગલાં ભરીને છોડી મૂકતાં લોકો રોષે ભરાયા હતા. પોલસે કોઇ પણ કાર્યવાહી નહીં કરતાં ગઇ કાલે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી, વકીલ શમશાદ પઠાણ તેમજ અન્ય દ્વારા પોલીસ સ્ટેશનમાં ઉગ્ર રજૂઆત કરાઈ હતી.

3

પિતા-પુત્રોએ સગીરાનાં ગુપ્તાંગો સાથે છેટછાટ કરીને ઈજા પણ પહોંચાડી હતી. આ ઘટના બાદ સગીરા બેભાન થઇ ગઇ હતી. આ ઘટનાથી ભયભીત થઇને હીનાનો પરિવાર ત્રણ દિવસ સુધી ઘરની બહાર નીકળ્યો નહોતો પણ ઘરમાં હીનાની તબીયત વધુ લથડતાં અંતે તેને સારવાર માટે વી.એસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

4

આટલેથી સંતોષ ના થતાં ફિરોઝ પઠાણ તેમના બે પુત્ર અશરફ અને શાહબાઝ તથા મહેજબીનને લઇને પહોંચી ગયા હતા અને સગીરા સાથે મારઝૂડ કરીને બહાર ખેંચી લાવ્યા હતા.યુવતીના આક્ષેપ મુજબ પિતા- પુત્રએ લોકોની સામે જ સગીરાને જાહેરમાં નગ્ન કરી દીધી હતી અને તેની સાથે હેવાનિયતભર્યું વર્તન કરીને શારીરિક છેડછાડ કરી હતી.

5

અમદાવાદ: મહિલા દિવસે વટવા વિસ્તારમાં એક સગીરાને ખુલ્લા મેદાનમાં નગ્ન કરીને તેના ગુપ્ત ભાગમાં ઇજા પહોંચાડવાના ચકચારી બનાવમાં વટવા પોલીસે એક પરિવારના ચારની ધરપકડ કરી છે. પોલીસે પિતા, બે પુત્ર અને એક પુત્રીની ધરપકડ કરી છે. બે યુવતીઓ વચ્ચે બોલાચાલી બાદ આ ઘટના ઘટી હોવાનું લોકોમાં ચર્ચાય છે.

6

વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયા મકાનમાં રહેતી 17 વર્ષની સગીરા ને કોઇ કારણોસર મહેજબીન પઠાણ નામની યુવતી સાથે ઝઘડો થયો હતો. ઝઘડાની જાણ મહેજબીનના પિતા ફિરોઝખાન જહાગીરખાન પઠાણને થતાં હીનાના પિતાને ફોન કરી અશ્લીલ ગાળો આપી હતી.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ સગીરાને જાહેરમાં નગ્ન કરીને કરાઈ અશ્લીલ હરકતો, ગુપ્તાંગમાં પહોંચાડાઈ ઈજા, એક પરિવારના 4ની ધરપકડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.