સેક્સ સીડી કેસ: અજેન્દ્રપ્રસાદને નોટિસ, કોલ ગર્લ્સ સાધુઓ સાથે સેક્સ માણતી હોય તેવી સીડી કોણે બનાવેલી ?
સેક્સી સીડી કાંડના પગલે નૌતમ સ્વામી જૂથે વડતાલ સ્વામીનારાયણ ટ્રસ્ટ બોર્ડમાંથી અજેન્દ્રપ્રસાદને દૂર કર્યા હતા. અજેન્દ્રપ્રસાદે હટવાનો ઈનકાર કરતાં આખરે હાઈકોર્ટના હુકમ દ્વારા તેમને દૂર કરાયા હતા. આ મામલે ભારે કાનૂની લડત ચાલી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપી દેવાતાં તેમના જામીન રદ કરવા માટે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર અને આચાર્ય અજેન્દ્રપ્રસાદને નોટિસ જારી કરી છે. આ કેસની આગામી સુનાવણી તા.૧૭મી જૂલાઇએ યોજવામાં આવશે.
સેક્સ સીડી કાંડ મુદ્દે 2005માં જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. નૌતમ સ્વામી જૂથે પાંડે સામે સેક્સ સીડી ફરતી કરીને અનૈતિક પ્રવૃત્તિ કરી, લોકોમાં ધિક્કારની લાગણી ફેલાવી તથા ઈરાદાપૂર્વક ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપો કર્યા હતા.
અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારે ખળભળાટ મચાવનારા વિવાદાસ્પદ સેક્સ સીડીકાંડ મામલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની સીડીકાંડ પ્રકરણમાં સંડોવાયેલા અજેન્દ્રપ્રસાદ પાંડે ગુજરાત હાઇકોર્ટે નોટિસ પાઠવી છે.
સ્વામીનારાયણ સેક્સ સીડી કાંડ 2005માં થયો હતો. અજેન્દ્રપ્રસાદના વિરોધી નૌતમ સ્વામી જૂથના સાધુઓને વેશ્યાઓ સાથે સેક્સ માણતા દર્શાવતી આ સીડી ફરતી થતાં ખળભળાટ મચ્યો હતો. પાંડેએ જ આ વેશ્યાઓને પૈસા આપ્યા હતા અને તેમને હરીફ જૂથના સાધુઓ પાસે મોકલી હતી તેવા આક્ષેપ થયા હતા.
નડિયાદની કોર્ટે અજેન્દ્રને 2014માં જામીન આપ્યા હતા. વિરોધી જૂથે જામીન રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને જામીન આપી શકાય કે નહીં તેનો નિર્ણય લેવા આદેશ આપતાં નીચલી કોર્ટે ફરી સુનાવણી કરીને જામીન અરજી ફગાવતાં પાંડે હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી હતી.
સહજાનંદ સ્વામીની આઠમી પેઢીએ વંશજ અજેન્દ્રપ્રસાદે છેલ્લા 11 વર્ષથી સેક્સ સીડી કાંડમાં જુદી જુદી કોર્ટમાં આગોતરા જામીન અરજી અથવા તો પોતાની સામેના આરોપો રદ કરવાની અરજીઓ કરીને ધરપકડ ટાળી છે. તેમની ધરપકડ નહીં કરવા બદલ કોર્ટે પોલીસને વારંવાર ઝાટકી છે. તેમની સંપત્તિ પણ કોર્ટે ટાંચમાં લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -