અમદાવાદઃ યુવકે ડેન્ટિસ્ટ યુવતી પાસે કરાવી ટ્રિટમેન્ટ ને પછી કરી શું આઘાતજનક હરકત? જાણો વિગત
જ્યારે તે ક્લિનીકમાં આવ્યો ત્યારે તેની સારવાર કરવા માટે ડૉક્ટર યુવતી ઉભી થઇ તે દરમિયાન નરેન્દ્ર રાઠોડ નામનો લૂંટારુ પેશન્ટે તેને ગન બતાવી. ગન પૉઇન્ટના ઇશારે ડૉક્ટર યુવતી પાસેથી 10 હજારની કિંમતનો સેલફોન લૂંટીને બાઇક સાથે ફરાર થઇ ગયો હતો. આ ઘટના ગત 18 સપ્ટેમ્બરે ઘટી હતી.
અમદાવાદઃ શહેરના આનંદનગર વિસ્તારમાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતી 29 વર્ષીય યુવતીએ તેના જ પેશન્ટ સામે લૂંટની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે પેશન્ટ તેના ક્લિનીકમાં સારવાર માટે આવ્યો અને ગનપૉઇન્ટના ઇશારે તેની પાસેથી 10 હજારની કિંમતનો મોબાઇલ લૂંટી ગયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર, અમદાવાદના આનંદનગરમાં પોતાનું ડેન્ટિસ્ટનું ક્લિનીક ચલાવતી 29 વર્ષીય ડૉક્ટર યુવતી દ્રષ્ટિ ભટ્ટને ત્યાં એક પેશન્ટ આવ્યો. આ પેશન્ટ દ્રષ્ટિને ઘણાસમયથી ઓળખતો હતો. પેશન્ટની માતાની ટ્રીટમેન્ટ પણ દ્રષ્ટિ પાસે ચાલુ હતી.