ખેડૂતોએ રૂપાણી સરકારને શું આપી ચિમકી? કેટલા દિવસનું આપ્યું અલ્ટિમેટમ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ જિલ્લાના સાણંદ, બાવળા, ધોળકા અને દાસક્રોઈના 300 ગામોના ખેડૂતો હવે આકરા પાણીએ છે. આ ગામોમાં ફતેહવાડી કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં ન આવતું હોવાથી અહીં ડાંગર અને ઘઉંનો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે અને તેના પગલે હવે આ તાલુકામાં આંદોલનની શરૂઆત થઈ છે અને નર્મદાની કમાન્ડમાં સમાવેશ ની ઉગ્ર માંગણી થઈ રહી છે. ખેડૂત સંઘર્ષ સમિતિની રચના પણ કરાઈ છે.
આ પંચાયતમાં આવનાર 3 દિવસમાં જો પૂરતું પાણી ના આપવામાં આવે તો ઉપવાસ આંદોલન રેલી અને ઘેંરાવ કરવાની ચીમકી આપી છે.ખેડૂતોનું કહેવું છે કે અમારો કોઈ સરકાર કે રાજકીય પાર્ટી સામે વિરોધ નથી, બસ માત્ર પાણી આપે.ચૂંટણી ખતમ થયા બાદ અમારા પ્રત્યે કિન્નખોરી રાખવામાં આવી છે.
આ તાલુકામાંથી પસાર થતી ફતેહવાડી કેનાલ સૌથી જૂની યોજના છે .અમારી માંગણી છે કે આ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવે. બાવળાના સંમેલનમાં આગામી સમયમાં આંદોલનની રૂપરેખા નક્કી કરી ખેડૂતોએ ચેતવણી આપતાં જણાવ્યું કે આમરા સંયમની સરકાર પરીક્ષા ના લે. અમે પાણી લઇને રેહશું.
અમદાવાદના આ તાલુકામાં ચૂંટણી પહેલા ખેડૂતોએ ડાંગર અને ઘઉંનું વાવેતર કાર્યું હતું ત્યારે પાણી આપવાના વચન આપવામાં આવ્યા હતા, પણ હવે 20 દિવસથી પાણી બંધ કરવામાં આવતા આ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને એક વીઘા પર એક ખેડૂતને 7 થી 8 હજાર નું નુકશાન થઇ રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે માત્ર રાજનીતિનો તેઓ ભોગ બની રહ્યા છે.
આ ગામોના ખેડૂતોએ સરકારને ત્રણ દિવસમાં કેનાલમાં પાણી છોડવા અલ્ટીમેટમ આપી દીધું છે. જો સરકાર તરફથી ત્રણ દિવસમાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. બાવળા ખાતે આ ત્રણ તાલુકાના અનેક ગામોના ખેડૂતોની પંચાયત બોલાવવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -