અમદાવાદઃ 'તુમ્હારા દામાદ દસ-દસ લડકીયાં રખ રહા હૈ, ફીર ભી...', ડોક્ટર યુવતીએ પિતાને ફોન કર્યા પછી શું કર્યું?
યુવતીના પિતાની ફરિયાદ છે કે, તેમના જમાઇ નોકરી ઉપરથી મોડા આવતા અને ઘરે નહીં જમતા. એટલું જ નહીં શક્તિને માર મારતા હતા. આ વાતની જાણ થતાં પિયર પક્ષે પુત્રીને સમજાવીને વારંવાર આ મુદ્દે સમાધાનનો માર્ગ અખત્યાર કર્યો હતો.
જોકે, આ દિવસે સાંજે તેનો પતિ ઘરે ન આવતાં તેણે માસી વિનીતાબેનને ફોન કરીને તેના પતિ હજુ ઘરે ન આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ પછી રાત્રે ૧૦.૧૫ વાગ્યે જમાઈ નીતિનસીંગનો ફોન આવ્યો હતો કે, 'શક્તિ પંખે સે લટક કે મર ગઈ હૈ.'
જમાઈ નીતિનસીંગ ઠાકુર સિમ્સ હોસ્પિટલમાં નોકરી કરતા હોવાથી જમાઈ અને પુત્રી ભાડજ સર્કલ પાસે અર્થ એરોમા એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા હતા. એક મહિનો શક્તિને સારી રીતે રાખ્યા બાદ જમાઈ ડો. નીતિનસીંગે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ડોક્ટર પુત્રીએ સિમ્સમાં નોકરી શરૂ કરી તો એક મહિના પછી નોકરી છોડાવી દીધી હતી. સોલા પોલીસ સ્ટેશનમાં નીતિનસીંગ સામે પત્નીને આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાયો છે.
શક્તિના પિતા ધર્મેન્દ્રરાયસિંગે ફરિયાદ નોંધાવી છે કે, તેમની પુત્રી શક્તિરાવના લગ્ન ૧૮-૪-૨૦૧૬ના રોજ રતલામ ખાતે નીતિનસીંગ ઠાકુર સાથે થયા હતા. લગ્ન પહેલાં જમાઈએ ગાડી માગી હતી અને લગ્ન વખતે ચાંદલો માગ્યો હતો. ચાંદલાપેટે દહેજમાં રૂ. ૨૨ લાખ, ગાડી લાવવા રૂ. 3.50 ઉપરાંત પાંચ લાખનું સોનું કરીયાવરમાં આપ્યું હતું.
અમદાવાદઃ પિતાને ફોન કર્યા પછી ડોક્ટર યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ડોક્ટર શક્તિએ પિતાને ફોન કરીને પતિની હરકતો અંગે જણાવ્યું હતું અને આ પછી રાત્રે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે શક્તિના પતિ ડો. નીતિનસીંગે ફોન કરીને જાણ કરી હતી. ત્યારે સોલા પોલીસમાં પતિ સામે ગુનો નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગત 17મી માર્ચે સવારે ડો. શક્તિરાવ સીંગે ઉત્તર પ્રદેશમાં રહેતા ધર્મેન્દ્રરાયસિંહ બહોરેજીને ફોન કરીને કહ્યું હતું કે, તુમ્હારા દામાદ દસ દસ લડકીયાં રખ રહા હૈ, ફીર ભી આપ તો ઉસકા હી પક્ષ લોગે ઔર મુજે હી ડાટોગે. મુજે આપસે બાત નહીં કરની. મમ્મી કો ફોન દો. આ પછી તેની માતાએ પુત્રી શક્તિને સમજાવી હતી.