અમદાવાદની જાણીતી મોડલનો આપઘાતઃ લવ મેરેજ પછી ડિવોર્સ લીધા હતા, માતાએ પણ કરેલી આત્મહત્યા,
થોડાં વર્ષો પહેલાં ખુશબૂ ભટ્ટની માતાએ પણ આત્મહત્યા કરી મોતને વહાલુ કર્યું હતું ત્યારે ગુજરાતી મોડેલ ખુશ્બુ ભટ્ટની આત્મહત્યાને લઇ ને અનેક તર્ક વિતર્ક ઉભા થઇ રહયા છે. પોલીસે મૃતક યુવતીના મોબાઈલ ફોનના આધારે બીજી કોઈ વિગતો મળે તો તે વધુ તપાસ શરુ કરી છે.
27 વર્ષની ખુશબૂ મોડલિંગ કરતી હતી તેમજ જાણીતી કંપનીઓની ઇવેન્ટમાં એન્કરીંગનું કામ પણ કરતી હતી. શરીર પર જાતભાતના ટેટુ દોરાવનારી ખુશ્બુની મોડેલિંગની દુનિયામાં આગવી ઓળખ હતી પણ છેલ્લાં થોડાંક વર્ષોથી તેને કામ નહોતું મળતું તેથી તે હતાશામાં આવી ગઈ હતી.
પિતાએ ઓછુ જમવાનું આપવાનું કહ્યું એ સામાન્ય વાતને પુત્રીએ ગંભીરતાથી લઈને પિતાને કહ્યું હતું કે, તમને મારા હાથનું જમવાનું ભાવતું નથી. આ પછી બોલાચાલી થઇ હતી. આ વાતે મનમાં લાગી આવતાં ખુશબૂએ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
ખુશબૂ પોતાનાં 92 વર્ષના દાદી તથા 59 વર્ષના પિતા નિમેષભાઈ ભટ્ટ સાથે સેટેલાઇટ ઇસરો પાછળ આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતી રહેતી હતી. તેનો ભાઇ ઓસ્ટ્રેલિયા હોવાથી હાલ તેની રાહ જોવાઇ રહી છે અને તે પાછો ફરે તે પછી અંતિમવિધિ થશે.
અમદાવાદ: જાણીતી મોડલ તેમજ એન્કર ખુશબૂ ભટ્ટે રવિવારે તેના ઘરમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. સેટેલાઇટ જોધપુર ગામમાં રહેતી ખુશ્બુ ભટ્ટની આત્મહત્યા પાછળનું કારણ સ્પષ્ટ થું નથી પણ બેકારીના કારણે ડીપ્રેશનમાં આવીને તેણે આપઘાત કરી લીધો હોવાનું મનાય છે.
ખુશબૂ કોલેજમાં હતી ત્યારે તેણે સાથે ભણતા એક યુવક સાથે લવ મેરેજ કર્યાં હતાં. જો કે લગ્નના બે-ત્રણ વર્ષમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. એ પછી ખુશ્બુએ મોડેલિંગ અને એન્કર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. શરૂઆતની સફળતા પછી તેને કામ મળવાનું બંધ થઈ ગયું હતું.
બેકારીના કારણે ખુશબૂ ડિપ્રેશનમાં આવી ગઇ હોવાથી પિતા સાથે નાની-નાની બાબતોમાં ઘર્ષણ થતું હતું. ખુશ્બુ બેકાર હતી તેથી ઘરનાં કામ કરવાં પડતાં તેમાં સમસ્યા સર્જાતી. જાણવા મળ્યા મુજબ ખુશબૂના પિતાને ડાયબિટીસ હોવાથી રવિવારે ઓછુ જમવાનું આપવાનું કહેતાં આ મુદ્દે પિતા-પુત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.