એક્સ બોયફ્રેન્ડે FBનો ઉપયોગ કરી કઈ રીતે પ્રેમિકાના લગ્નમાં સર્જ્યું વિઘ્ન? જાણો ચોંકાવનારો કિસ્સો
યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તે આકાશના સ્વભાવથી પરિચિત હોય તેને સોશિયલ મીડિયા પર બ્લોક કરી નાંખ્યો હતો. આકાશે યુવતીના પાસવર્ડનો ઉપયોગ કરી ગત ૧૬મીની રાત્રે લંડનમાં રહેતી નણંદને મેસેજ કર્યો હતો. યુવતીને શંકા છે કે, આ મેસેજ આકાશ ઓઝાએ જ કર્યો હશે. સાયબર ક્રાઈમના પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આકાશની પુછપરછ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગત એવી છે કે, શહેરના શાહીબાગમાં રહેતા પ્રતિષ્ઠિત બિઝનેસમેનની દીકરી સોમલલિત કોલેજમાં એમબીએનો અભ્યાસ કરે છે. જેની એક મહિલના પહેલાં જ મુંબઈના યુવક સાથે સગાઈ થઈ છે. ત્યારે આ યુવતીના એક્સ બોયફ્રેન્ડે યુવતીના ફેસબૂક પાસવર્ડનો ઉપયોગ કરી યુવતીની નણંદને 'હું બીજા છોકરાના પ્રેમમાં છું, પરંતુ મારો પરિવાર મને બળજબરીથી બીજે પરણાવે છે..!' તેવો મેસજ કરી દીધો હતો.
એકાદ મહિના પહેલા યુવતીની મુંબઈ સગાઈની જાણ થતા આકાશ ઉશ્કેરાયો હતો અને ગર્લફ્રેન્ડને ફોન કરી પરેશાન કરવા લાગ્યો હતો. એટલું જ નહીં આકાશે યુવતીના પિતાને ફોન કરીને ખખડાવ્યા હતા. આ પછી યુવતીએ પોતાના એક પિતરાઈ અને આકાશના બનેવી સાથે મળીને તેને સમજાવ્યો પણ હતો. આ સમયે આકાશે હવે પરેશાન નહીં કરે તેવી બાહેંધરી પણ આપી હતી.
યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે કે, તે એમ.બી.એ.માં અભ્યાસ કરે છે. તેની સાથે જ મૂળ રાજકોટનો અને અહીં તેના બનેવીના ઘરે રહેતો આકાશ પણ સાથે જ અભ્યાસ કરે છે. એકબીજાના પરિચયમાં આવ્યા પછી ફ્રેન્ડશિપ થઈ હતી. યુવતીએ પોતાનો ફેસબુક પાસવર્ડ પણ આકાશને આપી રાખ્યો હતો.
લંડનમાં અભ્યાસ કરતી નણંદે આ મેસેજ વાંચતા જ તે ચોંકી ઉઠી હતી. આ પછી તેણે મુંબઈમાં રહેતા પિતાને ફોન કરીને ભાવી પુત્રવધૂના મેસેજની વાત કરી હતી. આ અંગે તપાસ કરતાં આ યુવતીના એક્સ બોયફ્રેન્ડની કરતૂત હોવાનું સામે આવ્યું હતું. હાલ આ મુદ્દે સાયબર ક્રાઈમે ગુનો નોંધી સોમલલિત કોલેજમાં જ અભ્યાસ કરતા યુવકની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદઃ 'હું બીજા છોકરાના પ્રેમમાં છું, પરંતુ મારો પરિવાર મને બળજબરીથી બીજે પરણાવે છે', આ પ્રકારનો મેસેજમાં લંડનમાં રહેતી એક યુવતીને તેની ભાભી તરફથી મળતાં આખા પરિવારમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, આ અંગે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અમદાવાદની યુવતીના એક્સ બોયફ્રેન્ડે પૂર્વ પ્રમિકાના લગ્નમાં ભંગાણ માટે એફબીનો ઉપયોગ કરીને આ મેસેજ મોકલ્યો હોવાનું સામે આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -