✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કરજણના અકસ્માતમાં અમદાવાદનો પરિવાર વગર વાંકે બન્યો ભોગ, જાણો સમગ્ર ઘટના

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Nov 2016 04:43 PM (IST)
1

મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા વિકાસભાઇ ગહેલોતનો પરિવાર અને મહારાષ્ટ્રના પુણે ખાતે રહેતો રાઠોડ પરિવાર ફોર્ચ્યુનર કારમાં ગત મોડી રાત્રે વડોદરાથી સુરત તરફ પરત ફરી રહ્યાે હતો. દરમિયાનમાં નેશનલ હાઇવે નં.8 પર કરજણ નજીક શિવકૃપા હોટલ પાસે પુરપાટ ઝડપે જતી ફોર્ચ્યુનર કાર પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડરને અથડાઇ સામેથી જોધપુર જતી લક્ષ્મી ટ્રાવેલ્સ નામની બસને અથડાઇ હતી.

2

આ અકસ્માતમાં ઝલકબહેનનું મોત નીપજ્યું હતું. જ્યારે સૌરભભાઇ અને દ્રવ્યા હાલ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફોર્ચ્યુનર કાર ૧ર૦ની સ્પીડ પર હોઇ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો અને બંને પરિવાર કાળનો કોળિયો બની ગયા હતા. આ અકસ્માતમાં ચાર માસની બાળકી, બે વર્ષનાં બાળક તેમજ યુવી નામની ત્રણ વર્ષની બાળકી અને પરી નામની બાળકીનું મોત નીપજયું હતું.

3

આ અકસ્માત થતાં સામેથી આવી રહેલી સ્વિફટ કારમાં અમદાવાદના બોડકદેવના શાશ્વત ફલેટમાં રહેતા સૌરભભાઇ શાહ, તેમનાં પત્ની ઝલકબહેન (ઉં.વ.30) અને પુત્રી દ્રવ્યા જઇ રહ્યાં હતાં તેમની કારને પણ ટક્કર વાગી હતી.

4

અમદાવાદ: સુરત-વડોદરા નેશનલ હાઇવે નં.8 પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. મૃતકમાં બે પરિવાર સુરત અને પુણેના હતા. જ્યારે સ્વિફટ કારમાં જઇ રહેલો પરિવાર અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતો હતો. આ અકસ્માતમાં અમદાવાદના ઝલકબહેન શાહનું મોત નીપજયું છે જ્યારે સૌરભભાઇ અને તેમની પુત્રી દ્રવ્યા હાલ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  • હોમ
  • અમદાવાદ
  • કરજણના અકસ્માતમાં અમદાવાદનો પરિવાર વગર વાંકે બન્યો ભોગ, જાણો સમગ્ર ઘટના
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.